વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વઘઈ ખાતે આજરોજ રાજ્યના વન અને આદિજાતિ વિકાસ તેમજ ડાંગ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરના વરદ્ હસ્તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૯.૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સરકારી આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણલાલ પાટકરે આવાસ લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે,વઘઈ જેવા અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને રહેવાની સુંદર સગવડ મળે તે માટે રાજ્ય સરકારનો આવકારદાયક પ્રયાસ છે.સંપૂર્ણ પારદર્શક ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.જેથી કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ રહેતો નથી.સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પણ આવાસ યોજના હેઠળ આવરી લઇ વિદેશ જેવો અનુભવ થાય એવો રાજ્ય સરકારનો અભિગમ સાર્થક થઇ રહયો છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રશંસનિય કામગીરી કરવામાં આવી છે.માર્ગ અને મકાન વિભાગ,સ્ટેટ ના કાર્યપાલક ઈજનેરશ્રી જે.કે.પટેલે જણાવ્યું હતું કે,વઘઈ ખાતે ખાડા-ટેકરાવાળી જમીન હોવા છતા અહીં આવાસ નિર્માણની પડકારરૂપ કામગીરી કરવામાં આવી છે.આવાસ નિર્માણ કાર્ય માટે રૂા.૯.૫૪ કરોડના ખર્ચની વહીવટી મંજૂરી મળેલી હતી.જેમાં રૂા.૮.૮૩ કરોડ વિગતવાર તાંત્રિક મંજૂરી તથા રૂા.૯.૫૪ કરોડની સમગ્ર તાંત્રિક મંજૂરી પ્રદાન થયેલ છે.જેમાં બી ટાઈપ-૧૨ યુનિટ,સી ટાઈપ ૧૮ યુનિટ અને ડી ટાઈપ ૧૨ યુનિટ બનાવવામાં આવેલ છે.આમ ક્લાસ-૨,ક્લાસ-૩ અને વર્ગ-૪ ના મળી કુલ-૪૨ આવાસ તૈયાર કરાયા છે.જેમાં સમ્પરૂમ,પંપરૂમ,રેઈન વોટર હાર્વેસ્ટીંગ,બોરવેલ,કંપાઉન્ડ વોલ,કાર-સ્કુટર પાર્કીંગ સહિત ઈલેકટ્રીકની તમામ સુવિધા ઉપલબ્ધ છે.અધિકારી/પદાધિકારી અને માર્ગ અને મકાન કચેરીના કર્મચારીગણ ઉપસ્થિત રહયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500