તાપીમિત્ર ન્યુઝ,વ્યારાઃનવરચિત તાપી જિલ્લો એ ગુજરાતની પૂર્વિય સરહદનું પ્રવેશદ્વાર ગણાય છે.આ જિલ્લામાં આવેલી ઐતિહાસિક વિરાસત,અને રાજ્યના અન્ય વિસ્તારોથી અલગ પડતા લોકજીવને,તાપી જિલ્લાને નવી ઓળખ અપાવી છે,તેમ જણાવી રાજ્યના શ્રમ અને રોજગાર,ડીઝાસ્ટર મેનેજમેન્ટ,તથા યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે કુદરતી વનસંપદા સાથે પૌરાણિક સ્થળો અને પર્યટન સ્થળોને કારણે પણ તાપી જિલ્લો આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચુક્યો છે તેમ જણાવ્યું હતું. પૂણ્યસલિલા તાપી નદીના બંન્ને કાંઠે વસેલા નવરચિત તાપી જિલ્લાના અમૂલ્ય વારસાના જતન સાથે, વિકાસના માર્ગે આગળ વધી રહેલા રાજ્ય અને દેશના વિકાસમાં સૌ સાથે મળીને ફાળો આપીએ,તેમ જણાવતા મંત્રી શ્રી ઠાકોરે કુકરમુંડા અને તાપી જિલ્લાના પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વ તથા રક્ષાબંધનના તહેવારની પણ શુભકામના પાઠવી હતી.કાશ્મિરમાંથી ૩૭૦ અને ૩પએ જેવી કલમોને નેસ્તનાબૂદ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહની બેલડીએ એક ઐતિહાસિક નિર્ણય લઇને,એક ભારત-શ્રેષ્ઠ ભારતની બુનિયાદને વધુ મજબૂત કરી છે તેમ જણાવી મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પણ છેલ્લા ત્રણ વર્ષોમાં વધુ ૬૦૦ જેટલા પ્રજાલક્ષી નિર્ણયો લઇને,ગુજરાતને ફાસ્ટ ટ્રેક ઉપર લાવી દીધું છે તેમ જણાવ્યું હતું.પ્રજા કલ્યાણ માટે પ્રતિબદ્ધ વર્તમાન રાજ્ય સરકાર,પ્રજાજનો માટે અનેકવિધ યોજનાઓનો અમલ કરીને,જ્યાં માનવી-ત્યાં સુવિધા આપવા માટે કટિબદ્ધ છે તેમ ઉમેયુ હતું. સલામત અને સુરક્ષિત ગુજરાતની વિભાવના સાથે વહિવટમાં પારદર્શિતા એ પણ રાજ્ય સરકારની પ્રાથમિક્તા છે તેમ જણાવતા મંત્રીશ્રીએ, વંચિતોના વિકાસ માટે હંમેશા તત્પર રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પણ જાણકારી આપી હતી.આગામી વર્ષોમાં ગુજરાતના વિકાસને નવી ઊંચાઇએ લઇ જવા માટે રાજ્ય સરકારે કરેલા આયોજનનો ખ્યાલ આપી,મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે શિક્ષણ,આરોગ્ય, રોજગાર,ખેતી,પશુપાલન, સિંચાઇ,જળસંચય,ખેલ વિકાસ,આદિજાતિ વિકાસ,વન વિકાસ,ગ્રામ વિકાસ,શ્રમિક વિકાસ સહિત કુદરતી આપત્તિ વેળા પણ રાજ્ય સરકારે ત્વરિત નર્ણયો લઇને,પ્રજાજનોને સધિયારો આપ્યો છે તેમ જણાવ્યું હતું.સંવેદનશીલ રાજ્ય સરકારના કરૂણા અભિયાન,કરૂણા એમ્બ્યુલન્સ,નજીવા દરે લગન્પ્રસંગે બસ સેવા,વ્હાલી દિકરી યોજના,વિધવા પેન્શનમાં વધારો,મહિલા અનામત,૧૮૧-અભયમ્,માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજના,અકસ્માતના કેસમાં તબીબી સહાય,જુદી જુદી આવાસ યોજનાઓ,સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ગાંધી સત્યાગ્રહ સ્મારક જેવા વૈશ્વિક સ્મારકનું નિર્માણ જેવા ક્ષેત્રે અવિરત વિકાસ સાધી રહેલી સરકારે,જનહિતલક્ષી કાર્યક્રમો હાથ ધર્યા છે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકારે શ્રમદાન સાથે સંકળાયેલા શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના સહિત ધન્વંન્તરી આરોગ્ય રથ, શ્રમજીવી પરિવારના બાળકો માટે નિવાસ સાથે શિક્ષણની વ્યવસ્થા સહિત ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ યોજના જેવી માનવતાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે તેમ જણાવ્યું હતું.મંત્રી શ્રી ઠાકોરે ગુજરાતના જુદા જુદા યાત્રાધામોના વિકાસ માટે પણ સરકાર અનુદાન ફાળવી રહી છે તેમ ઉમેયુ હતું.મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે તાપી જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસકામોની ઝાંખી પણ આ વેળા રજુ કરી હતી.કુકરમુંડાની ખુશનુમા સવારે બરાબર ૯ વાગ્યાના ટકોરે મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને,તાપી જિલ્લાના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો.ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ ખુલ્લી જીપ્સીમાં સવાર થઇને,પરેડ નિરિક્ષણ કરી,પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યુ હતું.આ વેળા તેમની સાથે કલેક્ટર શ્રી આર.એસ.નિનામા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરી પણ જાડાયા હતા.દરમિયાન જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ,તથા સ્થાનિક કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી, માહોલને દેશભક્તિના રંગોથી રંગી દીધો હતો.શ્રેષ્ઠ કૃતિઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો પણ અપાયા હતા.આ વેળા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની સહિત વ્યક્તિ વિશેષ,ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ, તેજસ્વી તારલાઓ વિગેરેનું પણ મહાનુભાવોના હસ્તે જાહેર અભિવાદન કરાયુ હતું. નવરચિત કુકરમુંડા તાલુકા મથકે આવેલી શેઠ એસ.કે.કાપડિયા હાઇસ્કૂલના પટાંગણમાં યોજાયેલા તાપી જિલ્લાના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમ દરમિયાન તાલુકા અને જિલ્લાના જનપ્રતિનિધિઓ,પ્રબુદ્ધ નાગરીકો,અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠીઓ,સામાજિક કાર્યકરો,સ્થાનિક ગ્રામજનો સહિત તાપી જિલ્લા કલેક્ટર શ્રી આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.બી.પટેલ,પોલીસ અધિક્ષક શ્રી ચૌધરી,જુદા જુદા વિભાગોના અધિકારીઓ,કર્મયોગીઓ, શાળા/મહાશાળાના વિદ્યાર્થીઓ,ગુરૂજનો વિગેરે ઉપસ્થિત રહ્ના હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application