વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:28 કરોડ ના ખર્ચે ડાંગ ના મુખ્ય મથક આહવા ખાતે સિવિલ હોસ્પિટલ નું અત્યાધુનિક બિલ્ડીંગ બનાવવા મા આવ્યું છે,પરંતુ પોસ્ટ મૉર્ટમ રુમ ની વ્યવસ્થા જ ઉભી ન કરેલ હોવાથી એક જુના અને જર્જરીત મકાન માં પી.એમ. કરવામાં આવતું હોવાથી પડોશમાં રહેતા લોકોને ભારે ગંદગી નો સામનો કરવો પડે છે.સિવિલ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં જગ્યા છે,પરંતુ સિવિલ ના વહિવટી તંત્ર દ્વારા પી.એમ. રુમ હાલ પર્યંત ઉભો કરવામાં આવ્યો છે નથી.જેથી હોસ્પિટલના એક જુના મકાનમાં જ પી.એમ. કરવામાં આવે છે.જે બિલ્કુલ સુરક્ષિત ન હોવાના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે.મકાન જર્જરિત અને અસુરક્ષિત હોવાથી વધારે ખરાબ થઈ ગયેલી લાશ તેમાં મુકવામાં આવતાં ત્યાં પડોશમાં રહેતા લોકો મા ભારે દુર્ગંધ ફેલાઈ જવાથી લોકો પરેશાન રહે છે.લાશ લઇ આવતા કે લઈ જતા લોકો પણ પરેશાન રહે છે.આ અંગે સિવિલ હોસ્પિટલ નું પ્રશાસન ગંભીરતા બતાવે અને નવા બિલ્ડીંગ માં જ પી.એમ. રુમ ઉભો કરી જુના અને જર્જરીત મકાન ને ખસેડીને નાખે તેથી પડોશમાં રહેતા લોકો માં ગંદકી કે દુર્ગંધ નહી ફેલાય.તે માટે સરકાર અને સ્થાનીય કલેક્ટર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે એ સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે.
High light- સિવિલ સર્જન કોંકણી સાહેબનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે,23 કરોડ ના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલમાં પી.એમ.કરવા માટે સરકારે સુવિધા ઉપલબ્ધ કરી નથી જેના કારણે અહી વર્ષો જુના ખંડેરમાં પી.એમ. રૂમમા લાશ આવે છે અમારે ત્યા જ પી.એમ. કરવુ પડે છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application