વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:વઘઇ ખાતે આજ રોજ દક્ષિણ ડાંગ વન વિભાગ ના નાયબ વન રક્ષક શ્રી દિનેશ રબારી અને વધઇ પરિષરિય પ્રવાસન વિકાસ મંડળી ના હોદેદારો તેમજ વઘઇ નગરજનો દ્વારા ગાંધીબાગ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દક્ષિણ ડાંગ ના ડીએફઓ દિનેશ રબારી એસીએફ ગામીત તેમજ જીનલ ભટ્ટ ના હસ્તે વઘઇ નગર માં વુક્ષા રોપણ કરી ને લોકો ને પર્યાવરણ અંગે માહિતગાર કરતા જણાવ્યુ હતુ કે,વુક્ષ એ જીવન છે એના માટે વુક્ષો વાવવા તેમજ વૃક્ષો નુ જતન કરવુ એ માનવ જાત ની ફરજ બની છે હાલ વૃક્ષો ની ઘટ ના કારણે સમગ્ર દેશ ગોલ્બલ વોર્મિંગની અસર માં સપડાઇ ગયુ છે જેને લઇ વરસાદ ના પ્રમાણ માં દિવસ દિવસ ઘટાડો નોંધાવી રહયો જેના થી બચવા વૃક્ષ નુ જતન કરવુ એ માનવ ફરજ બની છે આ પ્રસંગે વઘઇ માર્ગ મકાન પંચાયત વિભાગ ના કર્મયોગી તેમજ વઘઇ નગર ના સરપંચ મોહન ભોયે માજી સરપંચ ધર્મેશ પટેલ એ પણ વૃક્ષો રોપી ને વૃક્ષ ની મહત્વતા અંગે ઉપસ્થિત લોકો ને માહિતગાર કર્યા હતા વળી વઘઇ પરિષરીય સમિતા ના હોદેદારો તેમજ સ્ટાફ ગણો તેમજ વઘઇ નગર જનો એ પણ વુક્ષારોપણ કરી ને વૃક્ષ ના જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી જયારે આ વૃક્ષારોપણ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વઘઇ રેંજ ના વન કર્મીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગ ના કર્મયોગી વઘઇ પરિષરિય સમીતી ના હોદેદારો સ્ટાફગણ તેમજ વૃક્ષ પ્રેમી દિપ્તેશ પટેલ એ ભારે જહેમત ઉઠાવી વૃક્ષારોપણ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application