Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડળ ગામના ટોલ નાકે ટોલટેક્સ ચૂકવો અને અકસ્માતનો ભોગ બનો !! સુરતના યુવકોની કાર હાઇવે ઉપર પડેલા ખાડામાં પટકાતા પલટી મારી:મોટી દુર્ઘટના ટળી

  • August 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.નેશનલ હાઇવે નંબર 53 ઉપર પડેલા ખાડાઓ અંગે અનેક વખત અખબારોમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હોવાછતાં એનએચઆઈના અધિકારીઓના પેટનું પાણી સુધ્ધા હાલતું નથી.જેના કારણે નિર્દોષ વાહનચાલકોએ જીવના જોખમે ખાડાઓમાં વાહન હંકારવા મજબુર બન્યા છે,અને માર્ગ અકસ્માતનો ભોગ બની રહ્યા છે,આખરે જવાબદાર કોણ ?? વ્યારા-સોનગઢ વચ્ચે આવતું માંડળ ગામના ટોલનાકા ઉપર ટોલટેક્સ વસુલ કરતી સોમા આઈસોલેક્સ કંપનીના સંચાલકો વાહનચાલકો પાસેથી ટોલટેક્સ વસુલાત કરવામાં બાંધછોડ કરતી નથી.જેના કારણે વાહનચાલકોએ મસમોટી રકમ ચૂકવવી પડે છે,તેમછતાં સુરક્ષિત સેવા પૂરી પાડવામાં આ કંપની નિષ્ફળ રહી હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.નેશનલ હાઇવે નંબર 53 ઉપર થયેલા અનેક અકસ્મતો જીવતા જાગતા પુરાવા છે.તેમાં કોઈ બે મત નથી.સોનગઢના ડોસવાડા ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર-53 ઉપર એક-બે નહી પરંતુ અનેક અકસ્માત સર્જાયા છે.એવું પણ નથી કે હાઇવે ઉપર પડેલા ખાડાઓની માહિતી સોમા કંપનીના સંચાલકો પાસે નથી.ખાડાઓ પુરાવા માટે માણસોની એક આખી ફોજ હાઇવે ઉપર ઉતરી મૂકી છે.પરંતુ કોઈ પરિણામ લક્ષી કામગીરી નજરે પડતી નથી.આજરોજ બપોરના 12:15 વાગ્યેની આસપાસ એક સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર જીજે-05-આરએચ-7372 નિયમોનુસાર માંડળ ગામના ટોલનાકા પર રીટર્ન ટોલટેક્સ ભરી પસાર થઇ હતી.પરંતુ તેમના ક્યાં ખબર હતી રોડ સુરક્ષિત નથી.અને ડોસવાડા ગામના પાટિયા નજીક પડેલા ખાડાઓમાં કાર પટકાઈ અને જોરદાર પલટી મારી હાઇવેની બાજુમાં આવેલ એક જુના કુવામાં કાર ફસાઈ ગઈ હતી.આ હમે નથી કહેતા,નામ જાહેર નહી કરવાની શરતે કારમાં સવાર યુવાનો સાથે તાપીમિત્રએ કરેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું.સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર યુવાનોને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી.યુવાનો સુરતના વરાછા વિસ્તારના સ્ટુડન્ટ હતા.ડેમની મુલાકાત માટે જતા હોય તે દરમિયાન અકસ્માત નડ્યો હોવાનું જણાવ્યું હતું.ડોસવાડા ગામના પાટિયા સહિત નેશનલ હાઇવે નંબર 53 ઉપર પડેલા ખાડાઓનું વહેલીતકે સમારકામ નહી કરવામાં આવે તો જરૂરથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા સેવાય રહી છે,જીલ્લા તંત્ર પણ પ્રજાજનોનું હિતને ધ્યાન રાખી યોગ્ય કામગીરીના આદેશ જારી કરે તેવી માંગ પ્રબળ બની છે,

High light-સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર જીજે-05-આરએચ-7372 નિયમોનુસાર માંડળ ગામના ટોલનાકા પર રીટર્ન ટોલટેક્સ ભરી પસાર થઇ હતી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application