Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી:નેશનલ હાઇવે માર્ગ ઉપર અકસ્માત:એકનું મોત

  • April 27, 2018 

તાપીમિત્ર ન્યૂઝ,નવસારી:નેશનલ હાઇવે માર્ગ ઉપર અષ્ટગામની હદમાં એપલ ડાઈન હોટલની સામે બપોરના સમયે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે.જ્યારે પાંચ ને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારી યશફીન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓ સારવાર હેઠળ છે.આ ઘટના હોટલની સામે આવેલા કટ સામે બની હતી. મુંબઈથી સુરત તરફની લાઈનમાં વર્ના કાર નંબર-એમએચ-૪૮-૪૭૮૬ના ચાલકે કાબૂ ગુમાવતા કાર બીજા ટ્રેક પર મુંબઈની લાઈનમાં આવી જતા સામેથી આવતી પોલો કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નં.૪૮ ઉપર બોરીયાચ ટોલનાકા નજીક અષ્ટગામની હદમાં એપલ ડાઈન હોટલ સામે આવેલા કટ પાસે મુંબઈ ટ્રેક ઉપર બે કાર અચાનક જ સામસામે આવી જતા બપોરે ૧:૩૦ કલાકની આસપાસ અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ ઝડપે ધસી જતી કાર અચાનક જ એક ટ્રેક ઉપર આવી જતા સર્જાયેલા અકસ્માતમાં વર્ના કાર નંબર-એમએચ-૪૮-એકે-૪૭૮૬માં બેઠેલી વસઈની મહિલા સમીરાબેન મેમણનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે આ કારમાં સવાર ફિરોઝાબેન તથા શકીલ મેમણને ગંભીર ઈજા પહોંચી હતી.જ્યારે પોલો કારમાં બેઠેલા પ્રિયાંશીબેન ભક્તા (ઉ.વ. ૧૭), મીનાબેન ભાવસાર (ઉ.વ.૬૮), બીનીતાબેન ભક્તા (ઉ.વ.૪૭) અને રાહુલ પાટીલ (ઉ.વ.૨૬)તમામ રહે. નવસારી)ને ગંભીર ઈજા પહોંચી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application