તાપીમિત્ર ન્યુઝ,સુરત:શિક્ષણ વિભાગને સર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.લાંચિયો તાલુકા પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર રૂપિયા ૧.૯૦ લાખ સ્વીકારતા એસીબીના હાથે આબાદ ઝડપાયો છે.સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આજરોજ લાંચની રકમ સ્વીકારતા લાંચિયા ટીપીઈઓને ઝડપી પાડવામાં સુરત એસીબી વિભાગને સફળતા મળી છે.તાલુકા પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર તરીકે ફરજ બજવતો બકુલસિંહ હીરાભાઈ ભીમાવતે ધોરણ-૧ થી ૫ ઇગ્લીશ મિડીયમ સ્કુલનુ સ્થળ નિરીક્ષણ કરી અભિપ્રાય ઉપલી કચેરીને મોકલાવેલ જેના અવેજ પેટે શાળાનાં સંચાલક પાસે રૂ.૩,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ જે રકઝકના અંતે રૂ.૧,૯૦,૦૦૦/- નક્કી કરેલ,જે લાંચ ફરીયાદી એ આપવી ન હોય,જેની ફરીયાદ એસીબી મા આપતા એસીબીએ આજરોજ ગોઠવેલ લાંચના છટકામા ફરીયાદી પાસેથી રૂ.૧,૯૦,૦૦૦/- લાંચની રકમ માગણી કરી સ્વીકારી લાંચિયો ઓફિસર બકુલસિંહને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે.સુરત-એસીબીએ તેની પાસેથી લાંચની રકમ કબજે કરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500