Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઈવે માર્ગ પર તેલ ભરેલું ટેન્કર પલટી માર્યું:લોકોએ તેલની લૂંટ ચલાવી

  • August 10, 2019 

તાપીમિત્ર ન્યુઝ,નિઝર:નિઝરના સાયલા ગામની સિમ માંથી પસાર થતો સ્ટેટ હાઇવે માર્ગ ઉપર એક ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે.આ ટેન્કર તેલ ભરેલું હોવાના કારણે રસ્તા પર તેલની નદી આવી હોય તેવા દૃશ્યો થોડીવાર સર્જાયા હતા.જો કે,આ ઘટનામાં કોઈ જાન હાની થવા પામી નથી.આ ઘટના બાબતે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો તેલ ભરેલું ટેન્કર નિઝરના સાયલા ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું તે વેળાએ આ ટેન્કર કોઈ કારણોસર અચાનક પલટી મારી ગયું હતું.જેના કારણે ટેન્કરમાં રહેલું ઓઈલ નાના કોતર-ખાડી જેવી જગ્યામાં ફરી વળ્યું હતું.ઓઈલ ઢોળાવાના કારણે સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડોલ,દેગડા,ડબ્બા,તપેલી જેના હાથમાં જે આવ્યું તેમાં તેલ ભરી લઇ જતા નજરે પડ્યા હતા.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.આ લખાઈ રહયું છે ત્યાં સુધી આ બનાવ અંગે નિઝર પોલીસ મથકે કોઈ બનાવ રજીસ્ટર થયો નથી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application