Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ટોલનાકાના સંચાલકો મંત્રી ગણપતસિંહ વસાવા અને જીલ્લા કલેકટરના આદેશને પણ ઘોળીને પી ગયા !! એનએચઆઈના અધિકારીઓ ગોડ ફાધરની ભૂમિકામાં !! સ્થાનિક વાહનચાલકોમાં ભારે રોષ...

  • August 07, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના માંડળ ખાતે કાર્યરત ટોલનાકા સંચાલકો જીલ્લા કલેકટરને પણ ગાંઠતા ન હોવાનું ફલિત થઇ રહ્યું છે.સોનગઢના માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહનચાલકોને ટોલ  ટેક્સ માંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ગત વર્ષે જીલ્લા કલેકટર અને મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી.તેમછતાં ટોલનાકાના સંચાલકો દ્વારા સ્થાનિક વાહનચાલકો પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા ખંખેરાવાનું શરૂ કરવામાં આવ્યું છે.જેને લઇ સ્થાનિક વાહનચાલકોમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જીલ્લાના ઉચ્છલથી સુરતના હજીરા સુધી ચાર વર્ષ પહેલા નેશનલ હાઇવે નંબર-53 નું નિર્માણ કરનાર વિવાદિત સોમ અઈસોલેક્સ કંપની હાઇવે નિર્માણમાં અનેક ગેરરીતિઓ બાબતે લાખો નહી પરંતુ કરોડો રૂપિયા દંડ ભરી ચુકી છે.વાહનચાલકો માટે સુરક્ષિત અને સલામત માર્ગ વ્યવસ્થા આપવામાં મુદ્દે નિષ્ફળ રહી હોવાનું લોકમુખે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.એનએચઆઈના અધિકારીઓ પણ સમગ્ર બાબતે વાકેફ હોવાછતાં તેમના પેટનું પાણી સુધ્ધા હાલતું નથી,તેમાં શંકાને કોઈ સ્થાન નથી.ગત વર્ષે 12-જાન્યુઆરી-2018 નારોજ જીલ્લા કલેકટર દ્વારા મોટા ઉપાડે જાહેર કરવામાં આવી હતી તેના અનુસાર સોમ કંપની સંચાલિત માંડળ ગામના ટોલનાકા પર તાપી જીલ્લાના વાહન માલિકો/ચાલકો પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવામાં આવતો હતો.સ્થાનિકો દ્વારા આ અંગે રાજ્યના આદિજાતિ વિકાસ,વન,પ્રવાસન અને મહિલા અને બાળ વિકાસ મંત્રીની અધ્યક્ષતામાં અને તાપી જીલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાને રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે આદિજાતિ વિકાસ મંત્રીની અધ્યક્ષતામાં અને જીલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.મંત્રી ગણપતસિંહ વસાવા અને જીલ્લા કલેકટરશ્રીના સક્રિય પ્રયાસોને કારણે સોમ આઈસોલેક્સ કંપની દ્વારા માંડળ ટોલનાકા પરથી પસાર થતા તાપી જીલ્લાના જીજે-26 સીરીઝના કોમર્શીયલ લઈને તમામ પ્રકારના વાહનોને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમછતાં માંડળ ખાતે ટોલનાકાના સંચાલકો દ્વારા સ્થાનિક વાહનચાલકો પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા ખંખેરાવનું શરૂ કરવામાં આવ્યું છે.વાહનચાલકો સાથે ઇરાદાપૂર્વક તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.વાહનચાલકોને મતદાનકાર્ડ અને વાહનની આરસી જેવા પુરાવા રજુ કરી-રૂપિયા ભરી સ્માર્ટકાર્ડ લેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.નહી તો કાયદેસર ટોલ ટેક્સ ચૂકવીને જવો કહેવામાં આવી રહ્યું છે.જેને લઇ સ્થાનિક વાહનચાલકોમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે.તાપી જીલ્લા કલેકટર અને મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા આ મુદ્દે તપાસના આદેશ આપી સ્થાનિક વાહનચાલકોને પડતી મુશ્કેલી માંથી ઉગારે તે જરૂરી બની ગયું છે.નહી તો નજદીક દિવસોમાં ફરી વખત અંદોલન અને ચક્કાજામ થાય તેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહી..

High light:વાહનચાલકો સાથે ઇરાદાપૂર્વક તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.વાહનચાલકોએ રહેઠાણના પુરાવા રજુ કરી-રૂપિયા ભરી સ્માર્ટકાર્ડ લેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.નહી તો કાયદેસર ટોલ ટેક્સ ચૂકવીને જવો કહેવામાં આવી રહ્યું છે. High light:માંડલ ટોલ નાકના સંચાલકોએ સ્માર્ટકાર્ડ કાઢી આપવા માટે વાહન દીઠ 100 રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું છે.જેની કોઈ રસીદ સુધ્ધા આપતા નથી તપાસ થવી જોઈએ:સ્થાનિક વાહનચાલક


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application