વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ભારત સરકારે પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમની કલમ-૩(ર) (૮) તથા ૨૫ હેઠળ પુનઃ પ્રક્રિયા કરેલ પ્લાસ્ટિક ના ઉત્પાદન અને ઉપયોગ સબંધે નિયમો ૧૯૯૯ બનાવેલ છે.જેને પ્લાસ્ટિક નિયમો કહેવામાં આવે છે.ડાંગ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯૫૧(૧૯૫૧ ના ૨૨મા) ની કલમ-૩૩(૧) મુજબ મળેલી સત્તાની રૂએ જાહેર આરોગ્યની જાળવણી માટે સદર પ્લાસ્ટિક નિયમો હેઠળ પુનઃ પ્લાસ્ટિક માંથી ઉત્પાદિત થયેલી થેલી કે ભરવાના સાધનો (કન્ટેઈનર) ના ઉપયોગ,ખાઘ સામગ્રીના સંગ્રહ માટે કે લાવવા લઇ જવા કે પેકિંગ કરવા મનાઈ કરેલ છે.તેમજ ૨૦ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર તા.૨૦/૦૮/૨૦૧૯ સુધી પ્રતિબંધ મુકેલ છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં ખાઘ સામગ્રીના ઉપયોગમાં લેવાની તમામ પ્લાસ્ટિકની કોથળી કે થેલી તથા અન્ય પ્રકારના પ્લાસ્ટિકના પેકિંગ પર કયા પ્લાસ્ટિક માંથી બનાવેલ છે તે બેગ,થેલી કે પેકિંગના ઉત્પાદકે આવશ્યક રીતે છાપવાનું રહેશે.આ કબાબત છાપવામાં આવેલ છે કે કેમ તેની ચકાસણી વપરાશકર્તાઓએ કરી કોથળી,થેલી કે પેકિંગનો ઉપયોગ કરવાનો રહેશે.આ માટે જરૂરી ખાત્રી કર્યા સિવાય વાપરનારાઓ પણ ઉત્પાદક જેટલા જ જવાબદાર ગણાશે.આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ ડાંગ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application