તાપીમિત્ર ન્યુઝ,સુરતઃછેલ્લા અઠવાડિયાથી સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.અને 24 કલાકમાં જ ઉમરપાડામાં 23 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.જેને પગલે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.23 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર તાલુકાનાં નદી નાળા છલકાઈ ગયા છે.ઉપરપાડાને સાકળતા તમામ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂર ધારણ કરતા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 23 ઈંચથી વધુ ખાબક્યો છે.જ્યારે માંગરોળમાં 18 ઈંચ વરસાદ નોંધાયો છે.માંડવીમાં 8 ઈંચ,ઓલપાડ,કામરેજમાં 4 ઈંચ,સુરતમાં 2 ઈંચ,મહુવામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.ઉમરપાડા,માંગરોળ અને માંડવીમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું છે.ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા લોકોની સ્થળાંતર કરવાની ફરજ પડી છે.જ્યારે ઓલપાડ,માંગરોળ અને ઉમરપાડાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.અને અન્ય શાળાઓના પ્રિન્સિપાલને પણ રજા જાહેર કરવી પડે તેમ હોય તો પગલાં લેવા સૂચના આપી દેવામાં આવી છે. highlight-તાપી જીલ્લાના સાતેય તાલુકામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જનજવન અસ્ત વ્યસ્ત:ડોસવાડા ડેમ તેની પૂર્ણતઃ સપાટી થી દોઢથી બે ફૂટ ઉપરથી ઓવર ફ્લો,2100 ક્યુસેક પાણી વહેતા નીચે આવેલા 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં સોનગઢના ખાંજર,ડોસવાડા,ખડકા-ચીખલી,વિગેરે ગામોનો સમાવેશ થાય છે. highlight-બારડોલી મીંઢોળા નદીના પૂરના પાણી ભરાઈ ગયા:બારડોલી નગર તથા ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂર આવતા નીચાણ વાળા વિસ્તાર તલાવડી,રાજીવ નાગર,કોર્ટ સામેનો ખાળો જેવા વિસ્તારોમાં મીંઢોળા નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. જોકે સલામતીના ભાગ રૂપે બારડોલી મામલતદાર અને બારડોલી ફાયર અધિકારી અશરગ્રસ્તો ની મુલાકાત લઈ સલામત સ્થળે ખસેડયા હતા highlight-કડોદરામાં ગામે 27 પરિવારોનું સ્થળાંતર:છેલ્લા બે દિવસથી વરસાદ પડતા અને ઉપરવાસમાં પણ પડી રહેલા વરસાદને પગલે ઓલપાડ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં આવેલ ઘોડાપૂરના પગલે કદરામા ગામના હળપતિવાસમાં ચારથી વધુ ફૂટ પાણી ભરાતા ગામના સરપંચ મનહર પટેલ સહિતનાએ 27 જેટલા કુટુંબો ના 110 લોકોને સલામત સ્થળે ખસેડી ભોજન સામગ્રીની વ્યવસ્થા કરી છે. highlight-કીમ-કોસંબા-માંગરોળ:માંગરોળ તાલુકામાં 781 લોકોનું સ્થળાંતર:માંગરોળ તાલુકામાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂકયો છે. ત્યારે કીમ નદીના ઉપરવાસમાં પણ વરસાદના પગલે કિમ નદી હાલ બે કાંઠે વહી રહી છે. હાલ તેની 11 મીટરની વોર્નિંગ લેવલની સપાટી વટાવીને તેની 13 મીટરની ભયજનક સપાટી પાસે 12.15 પર વહી રહી છે. કીમ નદીમાં પૂરના પગલે માંગરોળ તાલુકાના કુલ 11 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જે પૈકી 7 ગામોમાં કીમ નદીના પાણી ઘુસી જતા તેમાંથી કુલ 158 કુટુંબના 781 સભ્યોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.કીમ નદીના પાણી કીમ કોસંબા રોડ ઉપર કુવરડા ગામની હદમાં આવેલ વિનાયક રેસીડેન્સી તેમજ અન્ય સોસાયટી જે કીમ નદીના કાંઠે વશી હોય તેમાં પણ પુરના પાણી ઘૂસી જતા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ કોસંબા ખાતેથી કુંવરદા ગામે કોસંબા બાજુના રોડ ઉપર પહોંચી હતી. અને સોસાયટીઓમાંથી કુલ 22 કુટુંબના 130 સભ્યોને સ્ટેટ ડિઝાસ્ટર મેજમેન્ટ ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં કોસંબા પોલીસ પણ જોડાઈ હતી.હાલ અત્યાર સુધી કોઈ જાનહાનિ તંત્રના રેકોર્ડ નોંધાઈ નથી.માંગરોળ તાલુકાના કઠવાડા ગામેથી 70 કુટુંબના 194 સભ્યો, સાવા ગામથી 10 કુટુંબના 26 સભ્યો, મોટાબોરસરા ગામના 20 કુટુંબના110 સભ્યો, હથોડા ગામના 40 કુટુંબના 190 સભ્યો, કોઠવા ગામના 6 કુટુંબના 27 સભ્યો તેમજ કોસંબાના 20 કુટુંબના 104 સભ્યોને સલામત સ્થળે ખસેડી તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી કરવામાં આવી છે.કોસંબા માંગરોળ રોડ પર કોસંબા પાસે ખાડીમાં વધુ પાણી રોડ પર ફરી વળ્યા હતા અને રાત્રિના કોસંબા માંગરોળ રોડ બંધ થયો હતો. આ ઉપરાંત કોસંબા સાવા રોડ પર પણ ઇન્દિરા નગર પાસે રોડ પર પાણી ફરી વળતા એ પણ રોડ બંધ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024