તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લા સહિત રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તાપી જિલ્લા સહિત વલસાડ,નવસારી,ડાગ,સુરત અને ભરૂચમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદની આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે.તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.તેમજ રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.સૌથી વધુ ડાંગ જિલ્લાના વઘઇ અને આહવામાં વરસાદ ખાબક્યો છે.તો બીજી તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી આંકડાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.જેના કારણે સ્ટેટ કન્ટ્રોરૂમ ગાંઘીનગરથી મળેલ સુચના મુજબ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા સહિતના જિલ્લાઓમાં આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોઇ એલર્ટ મોડ પર રહેવા માટે તંત્રને સુચના આપવામાં આવી છે.સોનગઢ ના ઉકાઈ ડેમના લેવલ પર રાત્રેના ૮:૦૦ કલાક સુધીના આંકડા પર નજર કરીએ તો ડેમની સપાટી-૨૯૬.૩૩ ફૂટ પર પહોચી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application