તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:કહેવાય છે કે, “ઈશ્વર જ્યારે માનવીમાં કોઈ ખોટ મુકી કોઈ અંગ નબળુ આપે ત્યારે તેની સામે બીજી શક્તિ પણ પ્રદાન કરતો હોય છે.જે આ ખોટને ભરપાઈ કરી દે છે.”કદાચ આ બાબતને આપણા વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ સારી પેઠે જાણતા હોઈ વિકલાંગોને " દિવ્યાંગ " જેવુ અદભૂત નામ આપ્યુ છે.આવી વ્યક્તિને મળેલી વિકલાંગત તેના વિકાસમાં બાધારૂપ ન બને તે માટે તેમણે દિવ્યાંગોના સશ્ક્તિકરણ માટે પરિણામલક્ષી અભિગમ અપનાવ્યો છે.રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ હેઠળ કોઈ દિવ્યાંગને ઉપયોગી સાધન પુરૂ પાડ્યુ છે તો ક્યાક કોઈનો આર્થિક બોજો હળવો કરી સમાજમાં માનભેર જીવન જીવી શકે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.એવુ કહી શકાય કે, વર્તમાન સરકાર સાચા અર્થમાં દિવ્યાંગોની પડખે રહી યુનિવર્સલ આઈડી કાર્ડ અને આધુનિક ઉપકરણો પુરા પાડી તેઓને સમૃધ્ધ કરવાની દિશામાં અગ્રેસર રહી છે.
તાપી જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અમલી યોજના અંતર્ગત દિવ્યાંગ જનોને આપવામાં આવેલ સાધન સહાયથી વાલોડ તાલુકાના કણજોડ ગામના ૧૨ મું ધોરણ પાસ અને ૮૫% શારિરીક રીતે દિવ્યાંગતા ધરાવતા આશાબેન ગણેશભાઈ ચૌધરી ઉં.વ.૨૭ ના આર્થિક જીવનમાં આવેલ અમૂલ્ય પરિવર્તનની ગાથા.......
આશાબેન કહે છે કે,ઘરકામ કરીને ગુજરાન ચલાવતા મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી,પગે દિવ્યાંગ હોઈ ઘરમાં આર્થિક રીતે મદદ કરી શકતી ન હતી,પરંતુ જ્યારથી સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી દિવ્યાંગો માટેની જુદીજુદી યોજનાની જાણકારી મેળવીને આ તમામ યોજનાઓનો લાભ લીધો.જેમા દિવ્યાંગતા નિવારણ માટે બગલઘોડી મેળવી.સાધન સહાય યોજનામાં આર્થિક રીતે વ્યવસાય કરી શકાય તે માટે હાથલારી મેળવી,જેનાથી શાકભાજીનો વ્યવસાય શરૂ કર્યો સાથે અન્ય વસ્તુઓના વેચાણ માટે નાની દુકાન પણ ચલાવુ છું.આજે મારા પરિવારનો સહારો બનીને આર્થિક રીતે મદદ કરુ છુ. આમ મને આજીવિકા મળતી થઈ.હાલની પરિસ્થિતિમાં મારો તથા મારા પરિવારનો ઘણો એવો સારા પ્રમાણમાં સમાજ સુરક્ષાની યોજના થકી વિકાસ થયેલો છે. સરકાર દ્વારા પુરી પડાયેલ સાધન સહાયથી આજે મારા જીવનમાં પણ પરિવર્તન જોવા મળ્યુ છે.સરકારના સમાજ સુરક્ષા વિભાગને હુ તથા મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.આમ સરકારી યોજના લાભે આશાબેન ચૌધરી આજે ઘર આંગણે રોજ્ગારી મેળવીને આર્થિક રીતે પગભર થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application