તાપીમિત્ર ન્યુઝ,સુરત:શહેરના લિંબાયત વિધાનસભા વિસ્તારમાં અશાંતિ ધારો લાગુ કરવા બાબતે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને મળીને રજૂઆત કરી હતી.આ સાથે એમણે ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા અને મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલને પણ આ અંગેનો પરિપત્ર આપ્યો હતો.લિંબાયત વિધાનસભા વિસ્તારમાં 85થી 90 હજાર મુસ્લિમ ભાઇ-બહેનો રહે છે અને 1 લાખ 70 હજાર હિન્દુ ભાઇ-બહેનો રહે છે. હાલમાં આ વિસ્તારમાં મુસ્લિમ ભાઇએ દ્વારા હિંદુ ભાઇ-બહેનોનાં મકાન ખરીદવાનું પ્રમાણ વધી રહ્યું છે.જેને કારણે હિન્દુ ભાઇ બહેનો સ્થળાંતર કરી રહ્યા છે.મુસ્લિમ ભાઇઓ એક મકાન ખરીદ્યા બાદ આખી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ કબ્જે કરી લે છે.તેઓ ગ્રાઉન્ડ ફ્લોર અથવા તો એકમાળનું મકાન લીધા પછી ઉપરનાં માળ ગેરકાયદેસર બાંધી દે છે.ધારાસભ્ય સંગીતાબેન પાટીલે મુખ્યમંત્રીને મળીને આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે વિનંતી કરી હતી. એમણે જણાવ્યું હતું કે,લિંબાયતમાં વારંવાર કોમી હુલ્લડો,નાના-મોટા છમકલાંઓ થતા રહે છે એટલે જ લિંબાયત વિધાનસભાનાં વિસ્તારમાં આવતા લિંબાયત પોલિસ સ્ટેશન વિસ્તાર,ડીંડોલી પોલિસ સ્ટેશન વિસ્તાર,ઉધના પોલિસ સ્ટેશન વિસ્તાર,સલાબતપુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો હિન્દુ ભાઇ-બહેનોએ સ્થળાંતર ના કરવું પડે.
High light:લિંબાયત વિધાનસભા વિસ્તારમાં 85થી 90 હજાર મુસ્લિમ ભાઇ-બહેનો રહે છે અને 1 લાખ 70 હજાર હિન્દુ ભાઇ-બહેનો રહે છે.હાલમાં આ વિસ્તારમાં મુસ્લિમ ભાઇએ દ્વારા હિંદુ ભાઇ-બહેનોનાં મકાન ખરીદવાનું પ્રમાણ વધી રહ્યું છે.જેને કારણે હિન્દુ ભાઇ બહેનો સ્થળાંતર કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application