Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂના ગુનામાં આરોપીને બે વર્ષની સજા અને ૧ લાખનો દંડ ફટકારતી સોનગઢ કોર્ટ

  • July 25, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ પોલીસ મથકની હદમાં ચાંપાવાડી ગામ પાસે થી ગત ફેબ્રુઆરી-૨૦૧૮માં પોલીસે બાતમી ના આધારે એક કાર અટકાવી તપાસ કરતા એમાંથી ૭૮,૮૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સંદર્ભે કાર સાથે ઝડપાયેલ આરોપી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલવા પર આવતા પ્રોહિબિશનના ગુનામાં આરોપી કાર ચાલકને નામદાર જજ દ્વારા બે વર્ષની સાદી કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ગત ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે સોનગઢ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે નવાપુરના લિસ્ટેડ બુટલેગર પિન્ટુ ઉર્ફે ગોરખ પાસે થી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી એક એસેન્ટ કાર ચોર રસ્તે થઇ નીકળી છે.આ બાતમીના અનુસંધાને સોનગઢના ચાંપાવાડી ગામ નજીક પોલીસે વોચ ગોઠવતા બાતમી મુજબની કાર મળી આવી હતી અને એમાંથી સુંદરસીંગ પૂરણસીંગ જાટ હાલ,રહે સચિન જીઆઇડીસી,સુરત મળી આવ્યો હતો. કારમાં તપાસ કરતા પાસ પરમીટ વિનાની વિદેશીદારૂની ૭૮૮ બોટલ કે જેની કિંમત ૭૮,૮૦૦/-ગણાય છે એ જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો.આ સંદર્ભે સુંદરસીંગ જાટ અને દારૂનો જથ્થો મંગાવનાર રવિ ઉર્ફે વીરેન્દ્ર રાજમણિ પાંડે રહે,વરાછારોડ સુરત ની ધરપકડ કરવામાં આવી હતી જયારે પિન્ટુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.આ કેસ સંદર્ભે સોનગઢ પોલીસ દ્વારા સોનગઢના જ્યુ.મેજી.ફર્સ્ટની કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી હતી.નામદાર જજ દ્વારા ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષના વકીલોની દલીલ સાંભળવામાં આવી હતી. અંતે આ કેસ સંદર્ભે નામદાર જજ જે.એ રાણાએ સદર ગુનાના કામે આરોપી સુંદરસીંગ પૂરણસીંગ જાટ(૩૧)રહે,સુરતને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૨૪૮(૨) મુજબ અને પ્રોહી.એક્ટની કલમ ૬૫(ઈ)મુજબ કસૂરવાર ઠરાવ્યો હતો. આ કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ કર્યો હતો અને આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.આમ પ્રોહિબિશનના કેસ સંદર્ભે ઘણા સમય પછી કોઈ આરોપીને ગણનાપાત્ર સજાનો હુકમ થતા દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ઉભો થયો છે.અહીં આપને એ પણ જણાવી દઈએ છીએ કે,આ કેસમાં આરોપી નવાપુર થી એસેન્ટ કાર નંબર જીજે-૦૧-એચએચ-૭૯૮૨ માં વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવ્યો હતો,પોલીસે મુદ્દામાલ તરીકે કાર ને પણ જમા લઈ લીધી હતી.નામદાર કોર્ટ દ્વારા આ કાર ને અપીલ સમય વીત્યા બાદ પ્રોહિબિશન એક્ટની કલમ ૯૮(૨) મુજબ ખાલસા કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application