વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા માં આજ રોજ ખાબકેલા ધોધમાર વરસાદ ના પગલે સમગ્ર જીલ્લા નુ વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ ડુંગરો એ જાણે લીલીછમ ચાદર ઓઢી લેતા સમગ્ર જીલ્લા નુ વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠયુ હતુ.દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ડાંગ જિલ્લા ની લોક માતા અંબિકા ખાપરી પુર્ણા અને ગીરા ખડખડાટ બન્ને કાઠે વહેતી થઈ હતી જેને લઇ જીલ્લા ના સમગ્ર સ્થળો અંત્યત મનમોહક બન્યા છે જયા નજર કરીએ ત્યા ગીરીકંદરા ઓ પર લીલી વનરાજી છવાઇ ગઇ છે જયારે વધઈ નજીક આવેલ ગીરાધોધ પણ રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી સોળે એ ખીલી ઉઠયો છે જેને માણવા હજારો ની સંખ્યા માં દુર દરુ થી સહેલાણીઓ ઉમટી પડયા છે.
High light:ડાંગ જિલ્લા માં આજરોજ વરસેલા ધોધમાર વરસાદ ને પગલે વઘઇ નજીક આવેલ ગીરાધોધ સોળે કળા એ ખીલી ઉઠતા તસવીર માં નજરે પડી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application