Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્કૂલવાન અને ટ્રેનની ટક્કર વચ્ચે 13 જેટલા માસૂમ બાળકોના મોત

  • April 26, 2018 

કુશીનગર:ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ગુરૂવારે (26 એપ્રિલ) સવારે એક સ્કૂલવાન અને ટ્રેનની ટક્કર થઇ હતી.આ અકસ્માત એક માનવ રહિત ફાટક પર થયો,જેમાં 13 બાળકોના મોત નિપજ્યા છે,જ્યારે 7 બાળકોને ઇજા પહોંચી છે.આ અકસ્માતમાં રેલવેની મોટી બેદરકારી સામે આવી રહી છે,કારણ કે જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે ગાર્ડ ત્યાં હાજર ન હતો.જાણકારી અનુસાર ડિવાઇન પબ્લિક સ્કૂલની વાન બાળકોને લઇને સ્કૂલ જઇ રહી હતી.ત્યારે વિશુનપુરા પોલીસના દુદહી રેલવે ક્રોસિંગ પાસે થાવે-બઢની પેસેંજર ટ્રેન સાથે તેની ટક્કર થઇ.આ અકસ્માતમાં 13 બાળકોના મોતની પુષ્ટિ થઇ છે,જ્યારે 7 ઘાયલ હોવાનું કહેવામાં આવ્યું છે. એડિશનલ એસપીએ આ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે ગુરૂવારે (26 એપ્રિલ) સવારે ટ્રેન અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર થઇ હતી.આ અકસ્માતમાં બાળકો અને ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું,જ્યાં અકસ્માત સર્જાયો છે ત્યાં એક માનવ રહિત રેલવે ક્રોસિંગ છે.ત્યાં એક યુવક ટ્રેનની અવર-જવર પર ઝંડી આપવા માટે ઉભો રહે છે,પરંતુ આજે કોઇ ઉભું ન હતું.તેમણે જણાવ્યું કે સ્કૂલ વાનના ડ્રાઇવરને આ વાતનો અંદાજો ન હતો કે ટ્રેન આવવાની છે,જેના લીધે આ અકસ્માત સર્જાયો.પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે આ અકસ્માત સવારે 6:15 થી 6:30 વચ્ચે થયો.બાળકોની કિકિયારીઓ સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા તો જોયું કે સ્કૂલવાન એક ખાડામાં પડી હતી. ઉતાવળમાં કેટલાક લોકોએ આ અકસ્માતની જાણકારી પોલીસને આપી અને ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા.સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્કૂલવાનમાં સવાર મોટાભાગના બાળકો 10 વર્ષ અથવા તેનાથી નાની ઉંમરના હતા.આ ઘટના પછી સીએમ યોગીનાથ આદિત્યએ દુખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ તથા મૃતક બાળકોના પરિવારજનોને રૂ. 2 લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application