વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના વેપારી મથક ગણાતા વઘઇ નગર માં ધાનાણી વેપારી બંધુઓની હાર્ડવેર અને જનરલ સ્ટોર ની દુકાનમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા બન્ને વેપારીઓ ને લાખો નુ નુકસાન પહોંચ્યું હતું.
ડાંગ જિલ્લા ના વેપારી મથક વઘઇ ખાતે નામચીન વેપારી ધાનાણી બંધુઓની ધાનાણી બીલ્ડીંગ મટીરીયલ તેમજ ધાનાણી જનરલ સ્ટોર ની દુકાન માં ગત મોડી રાત્રી બે વાગ્યે ના સુમારે અચાનક ભીષણ આગ લાગતા ની જાણ આજુબાજુ ના લોકો ને થતા નગર માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.આગ ની જવાળાઓ ઉચી ઉઠતા ગભરાયેલા લોકો તાત્કાલિક ધોરણે નવસારી ગણદેવી વાંસદા બીલીમોરા ફાયર સ્ટેશન નો સંપર્ક કર્યો હતો પણ ફાયર ફાયટર ની ટીમ ને પહોચતા એક કલાક થી વધુ નો સમય લાગતા સૌ પ્રથમ નગર જનો એ ભેગા થઇ આગ પર કાબુ મેળવાનો ભારે જહેમત ઉઠાવી હતી પણ આગ ની જવાળાઓ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો આગ પર કાબુ મેળવવા મા સફળ રહયા ન હતા જયારે બે કલાક બાદ નવસારી ગણદેવી વાંસદા ની ફાયર ફાઇટર ની ટીમ ધટના સ્થળ પર આવી પહોંચી ને તાબડતોબ આગ હોલવા ની કામગીરી આરંભી હતી અને આઠ કલાક ની ભારે જહેમત બાદ ફાયર ફાયટર ની ટીમ ને આગ ને કાબુમાં લેવા સફળતા મેળવી હતી જયારે દુકાન નો માલસામાન સંપુર્ણ પણે બળી ને ખાખ થઈ જવા પામ્યા હતો.આ ધટના બનાવ પગલે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી આ ધટના બનાવવા માં આગ ની જવાળો અને એટલી ઉચી ઉઠવા પામી હતી કે આજુબાજુ ના ગામડા ના લોકો ને નજરે પડી હતી જેને લઇ લોકોની ભીડ ધટના સ્થળે ઉમટી પડી હતી.જેને લઇ ટ્રાફીક ને અવરોધ ઉભો થવા પામ્યો હતો પણ વઘઇ ના ઝાબાઝ પીએસઆઇ નયના વસાવાએ તેમની ટીમ સાથે ખેડપગે ઉભા રહી નગર ના મુખ્ય માર્ગ ને ચાલુ રાખી ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી કરી હતી આ ઘટના બનાવ નો જિલ્લા વહીવટી તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ વેપારીઓને થયેલ નુકશાનીનો તાગ મેળવ્યો હતી ધટનાની કાર્યવાહી પુરી પાડી હતી
High light:સુરતમાં કોમ્પલેક્ષમાં લાગેલ આગની દુર્ધટનામાં બાળકોના મોતના બનાવથી સરકાર હરકતમાં આવી ફાયરસેફ્ટી અંગે કાર્યવાહી હાથ ધરી છે.તેમ છતા પણ વધઇ નગર માં આગ લાગવાની ત્રીજી ધટના બની હોવા છતા પણ જાણે તંત્ર તકશીલા જેવી ધટના ડાંગ માં બનવાની ની રાહ જોતુ હોય તેમ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ જાતની ફાયર સેફટી ની સુવિધા ઉભી કરવા માં આવી નથી જયારે વારંવાર બનતી આગની ધટના ને ધ્યાને લઇ તાલુકા મથકે ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ કરે એવી લોકો ની માંગ
High light:ડાંગ જિલ્લામાં આગ ની ધટના સમયે બીલીમોરા,નવસારી,વલસાડ, વાંસદા થી ફાઈર ફાઈટર મંગાવી પડે છે જેને એક કલાક જેટલો સમય લાગતો હોવાથી આગ ની ઘટના સમયે જાનહાની થવાની પણ શક્યતા બની શકે છે
High light:આ ઘટના બનાવવા અંગે ધાનાણી વેપારી બંધુઓ ને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે અમારી દુકાન સર્પુણ સીસીટીવી કેમેરા થી સજ્જ કરાઇ છે આગ કેવી રીતે લાગી એ સીસીટીવી ના ફુટેજ જોઇને જાણી શકાશે
જેની હાર્ડડિસ સીસીટીવી ના એકસપોર્ટ ને સોપી દેવા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application