વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ સ્થાનિક શાળાને બાળકોએ કલર પેઇન્ટીંગ દ્વારા સર્જનાત્મક બનાવી એક વર્ષની મહેનત બાદ સુશોભિત થયેલી શાળામાં બે દિવસીય આર્ટ એન્ડ એક્ઝિબિશન ગોઠવાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોની આંતરિક શક્તિને બહાર લાવવાનો હતો.આ કાર્યક્રમમાં બાળકોમાં પ્રેઝન્ટેશન આપવાની કળા,કોમ્યુનિકેશન સ્કીલ અને આર્ટમાં કરિયર બનાવવાની જાણકારી આપવામાં આવી હતી.આદિવાસી વિસ્તારમાં ચાલતી એકલવ્ય શાળાઓ આધુનિક વિચાર સાથે પ્રગતિ કરી રહી છે.એકલવ્ય શાળા પોતાના બાળકોને સર્જનાત્મક બનાવવા માટે અલગ-અલગ પ્રોજેક્ટો પર કામ કરી રહી છે. વાપી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી આહવા એકલવ્ય શાળામાં છેલ્લા એક વર્ષથી પેઇન્ટ ફોર અ કોર્સ નામનો પ્રોજેક્ટ ચાલતો હતો.મુંબઈના પ્રખ્યાત આર્ટિસ્ટ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવનારા ગાયત્રી જોશીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.આદિવાસી વિસ્તારોના બાળકોમાં અખૂટ કલાકારી હોય છે,પણ તેમને યોગ્ય માર્ગદર્શન ન મળવાથી તેમનો વિકાસ રુંધાય જાય છે.જે માટે બાળકોની આંતરિક શક્તિ વિકસાવવા માટે ગાયત્રી જોશીના માર્ગદર્શન હેઠળ બાળકોને જ્યારે પણ ફ્રી સમય હોય ત્યારે તેઓ સમય કાઢીને શાળા સજાવવાનું કામ કરતા હતા. આ શાળાના દરેક રૂમોમાં અલગ-અલગ વિષય સાથે ચિત્ર કળા કરવામાં આવી હતી.આ અંગે શાળાના આચાર્ય સોનલ મેકવાને જણાવ્યું હતું કે, "બાળકોમાં રહેલું આર્ટ પ્રત્યે નું જ્ઞાન અને એ જ્ઞાન આધારિત બાળકો ની કલા કારીગરી બહાર લાવી અને એ કારીગરીને ભીંતો પર લાવવા માટે તથા તેમનામાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.પેઇન્ટ ફોર અ કોર્સ નામના પ્રોજેક્ટને સફળ બનાવનારા સામાજિક કાર્યકર ગાયત્રી જોશી એ વધુમાં જણાવ્યું હતું કે,બાળકો ડ્રોઇંગમાં પણ પોતાનું સારું કરિયર બનાવી શકે છે અથવા પોતાનો બિઝનેસ પણ ચાલુ કરી શકે છે.બાળકોને આર્ટ થેરાપી, મ્યુઝિક, ડાન્સ, પ્લેય થેરાપી દ્વારા પોતાનામાં આત્મવિશ્વાસ કેળવવાનું શીખવાડવામાં આવ્યું હતું અને બાળકો અભ્યાસ સાથે સાથે પોતાનામાં રહેલી કલા કારીગરી બહાર લાવી વધારાનું જ્ઞાન મેળવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એ અંતર્ગત આ પ્રોજેક્ટ હાથ ધરી સફળ બનાવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application