વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લામાં વધઇ તાલુકામાં ડુંગરો પર વસેલું કલમખેત ગામ કે જ્યાં ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.ખેતી સાથે પશુપાલનનો પૂરક વ્યવસાય કરતા કલમખેત ગામના ગ્રામજનો પહેલા ખૂબ જ મુશ્કેલી વેઠતા હતા.ચોમાસા દરમિયાન ખૂબ વરસાદ થતા અહીં પાણી નીચાણવાળા વિસ્તારમાં વહી જતુ હતું.આ ગામના લોકોના વિકાસ માટે હંમેશા કટીબધ્ધ પંચાયત સિંચાઈ વિભાગ ગ્રામજનોની વ્હારે આવ્યું.કલમખેત ગામે ડાંગ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા ટ્રાઈબલ સબ પ્લાનની ગ્રાન્ટ હેઠળ રૂા.૨૧.૫૦ લાખના ખર્ચે સુંદર ચેકડેમ નિર્માણ કાર્ય હાથ ધરાયું.આજે આ ચેકડેમ પાણીથી ભરાયેલો છે.અહીં હાલમાં વરસાદ ઓછો થતા હાલમાં ગ્રામજનો દ્વારા સામુહિક સિંચાઈ કરવામાં આવે છે.પ્રયોજના વહીવટદારશ્રી જે.ડી.પટેલે જણાવ્યું હતું કે કોતરોમાં વરસાદી પાણી વહી જાય છે. સિંચાઈ વિભાગ દ્વારા સર્વે કરીને અહીં જગ્યા પસંદ કરવામાં આવી અને ટેકનીકલ અભિપ્રાય સાથે અહીં ચેકડેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અહીં પાણી રોકવામાં મળેલી સફળતાને પગલે નિચાણ વિસ્તાર ધરાવતા ખેડૂતોની જમીનમાં વાવેતર વધ્યું છે. જમીનમાં પાણી ઉંડે ઉતરતા જળસંચયનું સરકારશ્રીનું અભિયાન સાર્થક બન્યું છે.અહીં ના લોકો ડાંગર,શેરડી,અને શાકભાજીનું વાવેતર કરે છે. સિંચાઈ સુવિધા પ્રાપ્ત થતા પાકને રક્ષણ મળ્યું છે.હાલમાં વરસાદ ખેંચાતા ચેકડેમ આશીર્વાદરૂપ બન્યો છે.પાણીનો સંગ્રહ થવાથી પશુધન માટે પણ ખૂબજ ફાયદાકારક હોવાથી કલમખેતના ખેડૂતો ખુશહાલ બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application