તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ઘાટા ગામે પિતાએ પુત્રના માથા પર કુહાડી વડે ઉપરા છાપરી વાર કરી મોતના ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
વ્યારા તાલુકાના ઘાટા ગામના દગડી ફળિયામાં રહેતા ગમાજીભાઈ હનીયાભાઈ ગામીત નાઓ 18મી જુલાઈના રોજ બપોરના સમયે પોતાના ઘરે જમવા આવેલ ત્યારે તેનો પુત્ર મનેષ ગામીતે પિતા ગમાભાઈનું જમવાનું ચૂલામાં નાંખી દીધેલ જેની અદાવત રાખી પિતાએ ખૂન્નસ રાખી તેના પુત્ર મનેષને કુહાડાના ઉપર છાપરી માથામાં પાછળના ભાગે તેમજ જમણા હાથ ઉપર ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો તેમજ પત્ની લીલાબેન ગામીતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી લીલાબેન ગમાભાઈ ગામીતની ફરીયાદના આધારે કાકરાપાર પોલીસ મથકે હત્યારા પિતા વિરુદ્ધ આઇપીસી કલમ 302,506(2) મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application