તાપીમિત્ર ન્યુઝ,સુરત:તક્ષશિલા આર્કેડની આગમાં બળીને ભડથું થઈ ગયેલા અને આગથી બચવા નીચે કુદીને મોતને ભેટેલા 21 બાળકોના વાલીઓ હજી તો ન્યાય માટે લડત આપી રહ્યાં છે તે પહેલાં જ મંગળવારે તક્ષશિલા આર્કેડના ડોમને ડિમોલિશન કરી નાંખવામાં આવ્યો હતો.ડોમના બળી ચૂકેલા સ્ટ્રકચરને તોડીને કાટમાળ દુર કરવાની કામગીરી પાલિકાએ જોરશોરથી હાથ ધરી હતી કદાચ હવે એફએલએલ કે પોલીસતંત્રને પુરાવા માટે ઘટનાસ્થળે બળી ચૂકેલી કોઈ વસ્તુઓના પુરાવાઓની જરૂર રહી નથી.જોકે,તક્ષશિલા આર્કેડના ડોમનું ડિમોલિશન કરવાનું ચાલી રહ્યું હતું ત્યારે હજી પણ ત્યાં બાળકોના ચોપડા,બળી ગયેલી સ્કૂલબેગ,કંપાસ બોક્સ,પાઉચ વગેરે બળેલી અવસ્થામાં પડ્યું હતું.આ ભયંકર હોનારત અને તેમાં ફસાયેલા બાળકોની ચાડી ખાતા આ પુરાવા હજી પણ આપણને હચમચાવી મૂકે તેવા છે. જોકે પાલિકાની ડિમોલિશન ટીમે તો કાટમાળ તરીકે આ વસ્તુઓને પણ કાટમાળ ભેગી જ કરી દીધી હતી.(સાભર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application