Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બસ અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં 14 લોકોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર હેઠળ

  • June 04, 2022 

મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર માટી ભરેલ ટ્રકનાં ચાલકે ફૂલ સ્પીડે ઝડપે હંકારી બીડ ગામની સીમમાં ઉભી રહેલ સાહિબા લી.કંપનીની બસને પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જયારે  અકસ્માતમાં બસમાં સવાર કંપનીના 14 જેટલા માણસોને નાની મોટી ઈજા પહોંચતા 108માં મહુવા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવાનાં ઉમરા ગામે બ્રહ્મદેવ ફળિયામાં રહેતા કમલેશભાઈ પટેલ જોળવા પાટિયા નજીક આવેલ સાહિબા લી.કંપનીની બસમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે અને મહુવા તાલુકાના આજુબાજુના ગામના કંપનીમાં કામ કરતા મજૂરોને બસમાં લાવવા લઈ જવાની કામગીરી કરે છે.




જયારે આજરોજ સવારે 7 વાગ્યાના અરસામા બસ નંબર GJ/19/T/4574 લઈ ગામેગામથી કંપનીના મજૂરોને બેસાડી જોળવા ખાતે આવેલ મિલમાં જઈ રહ્યા હતા. તે સમયે સવારે 7:45 વાગ્યાનાં અરસામા મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર બીડ ગામની સીમમાં ભવાની માતાજીના મંદિર નજીક મજૂરોને બેસાડવા માટે બસ ઉભી રાખી હતી. તે દરમિયાન એક માટી ભરેલ ટ્રક નંબર RJ/27/GD/8552ના ચાલકે પોતાના કબ્જાની ટ્રકઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બીડ ગામની સીમમાં ઉભેલ બસમાં ધડાકાભેર અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.




જયારે અકસ્માતમાં બસમાં સવાર 14 જેટલા માણસોને વધતી ઓછી ઈજા પહોંચી હતી અને અકસ્માત બાદ બસમાં સવાર ઈજાગ્રસ્તોની ચીંચયારીનાં અવાજથી સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે 108ની મદદથી મહુવા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર ઘવાયેલ 6 જેટલી મહિલાઓને વધુ સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર માટી ભરેલ ટ્રકનાં ચાલક વિરુદ્ધ બસનાં ડ્રાયવરે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ટ્રક ડ્રાયવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application