Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આમ આદમી પાર્ટીના બંધારણીય કારોબારીના મુખ્ય ૧૪ હોદેદારોએ સામુહિક રીતે રાજીનામા

  • November 10, 2022 

પોરબંદરમાં આમ આદમી પાર્ટીના બંધારણીય કારોબારીના મુખ્ય ૧૪ હોદેદારોએ સામુહિક રીતે રાજીનામા આપી દીધા છે અને લેખિતમાં તેની જાણ પ્રદેશ અધ્યક્ષને કરી દેવામાં આવી છે જેમાં લોકશાહીનું ચીરહરણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને અન્ય પાર્ટીના ઉમેદવારને પોરબંદર વિધાનસભા સીટીના ઉમેદવાર જાહેર કરાતા ઉકળતો આંતરિક ચરૂ બહાર આવ્યો છે.


પોરબંદર આમ આદમી પાર્ટીના હોદ્દારોએ સામુહિક રીતે રાજીનામા આપીને પોરબંદરની બંધારણીય કારોબારી બરખાસ્ત કરી સ્વીકારવા જણાવ્યું છે જેમાં લેખિતમાં એવું જણાવાયું છે કે પોરબંદર જિલ્લાના તમામ જુના સભ્યો દ્વારા જે આમ આદમી પાર્ટીને બંધારણ મુજબ ચલાવવા માંગતા હતા. પણ પાર્ટી દ્વારા ક્યારે પણ સહકાર મળેલ ન હતો. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશના હોક્ટરો અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા બંધારણને માનતા ના હોય અને પોતાની મનમાની મુજબ કોઇપણ હોદેદારને જિલ્લા પ્રમુખ બનાવી દેતા હોય કે પ્રભારી બનાવી દેતા હોય અથવા બીજી પાર્ટીમાંથી હજુ રાજીનામું આપ્યું ના હોય તેવા લોકોને પણ વિધાનસભાની સીટના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રદેશના હોક્ટરો તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ જનતાના હિત માટે કામ કરવા માટે નથી આવ્યા પરંતુ પોતાનો સ્વાર્થ અને હિતનું વિચારીને ગુજરાતની જનતાને બેવકૂફ બનાવી ગુજરાતની જનતાની લાગણી સાથે રમી રહ્યા છે તેવો ગંભીર આક્ષેપ આ પત્રમાં થયો છે.


આમ આદમી પાર્ટી ગુજરાતને રજીસ્ટ્રેશન ઓફ પોલીટીકલ પાર્ટીસ અન્ડર સેક્શન ૨૯-એ ઓફ ધ રીપ્રેશનટેશન ઓફ ધ પીપલ એક્ટ ૧૯૫૧ ના નિયમ મુજબ તા.૨૩ ૧૦-૨૦૧૯ના રોજ ઝાડુંનું પ્રતિક આપી પ્રશ્ના પક્ષની માન્યતા આપેલ હતી જેમાં સ્પષ્ટ દર્શાવેલ છે કે પાર્ટી રજીસ્ટ્રેશન કર્યા બાદ પાર્ટી દ્વારા ભારતીય બંધારણ મુજબ લોકતાંત્રિક રીતે કાર્યકરો અને હોદેદારોની સહમતીથી પાર્ટીનું સંચાલન કરવાનું રહશે અને તો જ સ્થાનિક પાર્ટીની માન્યતા પ્રાપ્ત થશે જેમનું પાર્ટીનું ફોર્મ રજૂ કરનાર પક્ષના પ્રમુખ દ્વારા સોગંધનામુ આપ્યું હતું અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ચલવવા માટે બંધારણ રજુ કરેલ હતું અને બંધારણ મુજબ પાર્ટી ચલાવવાની ખાતરી આપેલ હતી.



પરંતુ વર્ષ ૨૦૧૯ થી આજદિન સુધી આમ આદમી પાર્ટી ગુજરાતના માળખા દ્વારા ચુંટણીપંચમાં નોંધાયેલ બંધારણ અને જમા કરાવેલ બંધારણ મુબજ પ્રદેશ લેવલેથી આજદિન સુધી કારોબારીની રચના કરેલ નથી કે જિલ્લા કારોબારી, તાલુકા કારોબારી, શહેર કારોબારીની રચના કરવામાં આવેલ નથી.ગુજરાતની જનતાને વિશ્વાસ આવ્યો છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવશે તો લોકોનું ભલું થશે અને લોક ઉપયોગી કામ કરશે પરંતુ હકીકતમાં પાર્ટીના ઉપરના હોદ્દારો દ્વારા રીતસર વીટો પાવર વાપરીને પોલીટીકલ પાર્ટી ચલાવવાની કાર્યકરો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભારત દેશમાં હજુ લોકતાંત્રિક અસ્તિત્વમાં છે અને ટકાવી રહેલ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application