સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ ગામ નજીક રસ્તા ઉપર પશુધન આવી જતા ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. હાઈવે પર ગાય આવી જતા ટ્રક ચાલકે બ્રેક મારી હતી જેથી ટ્રકની પાછળ જાન લઈને આવી રહેલી લકઝરી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો જયારે બસમાં સવાર 14 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સ્થાનિક રહીશો અને રાહદારીઓએ દોડી 108ની મદદથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવની વિગત એવી છે કે, દાદરા નગર હવેલીના અથાલ ગામે મેઈન રોડ પર ગાય રસ્તા વચ્ચે આવી જતા એને બચાવવા જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી હતી જેથી ટ્રકની પાછળ દાદરાથી બોરીગામ તરફ જાન લઈને જતી બસ અથડાતા અકસ્માત થયો હતો. જયારે આ અકસ્માતમાં 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતા. જોકે, તમામને સામાન્ય ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરો અંગે પ્રદેશની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રસાશનને વારંવર રજૂઆતો કરવામા આવી છે. પરંતુ તેના તરફ યોગ્ય ધ્યાન આપવામા આવી નથી રહ્યુ જેના કારણે વારંવાર આવા અકસ્માતો થતા રહે છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવા પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application