Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રાઝિલનાં અમેઝોનમાં એક વિમાન દુર્ઘટમાં બે ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં

  • September 17, 2023 

બ્રાઝિલના અમેઝોનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મોતની માહિતી છે. ઘટના અમેઝોનના બાર્સેલોસ પ્રાંતમાં બની હતી. અમેઝોનસના ગવર્નર વિલ્સન લીમાએ આ મામલે માહિતી આપતા કહ્યું કે, અમારે ભારે દુઃખ સાથે જણાવવું પડી રહ્યું છે કે શનિવારે બાર્સેલોસમાં આ વિમાન દુર્ઘટનામાં બે ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યાં હતાં. મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે.



આ વિમાન મેનુઆસ એરોટેક્સી એરલાઈન્સનું હતું. કંપનીએ આ મામલે નિવેદન જાહેર કરીને આ દુર્ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. હજુ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. નિવેદનમાં જણાવાયું કે અમે આ મુશ્કેલ ઘડીમાં પીડિત લોકોની પ્રાઈવસીનું સન્માન કરીએ છીએ. અમે તપાસ સાથે જરૂરી માહિતીઓ ઉપલબ્ધ કરાવતા રહીશું. અમુક અહેવાલોમાં મૃતકોમાં અમેરિકી નાગરિક સામેલ હોવાનો દાવો કરાયો છે પણ હજુ સુધી આ દાવાની પુષ્ટી થઈ શકી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application