સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં અચાનક ભયાનક પૂર આવ્યું હતું જેના કારણે તબાહી સર્જાઈ હતી. આ અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયાનો અહેવાલ છે. જયારે ગતરોજ આવેલ વિનાશક પૂરમાં સેનાના 22 જવાનો સહિત 102 લોકો હજુ પણ લાપતા છે તેમજ 26 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે અને NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. પૂરના કારણે નેશનલ હાઈવે 10 પણ ધોવાઈ ગયો છે તેમજ તિસ્તા નદીના જળસ્તરમાં 15થી 20 ફૂટનો વધારો થયો છે. સિક્કિમમાં આવેલા પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને આ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 હજારથી પણ વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.
જેમાં પર્યટકનો પણ સમાવેશ થાય છે. સિક્કિમના મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, દેશનાં અલગ-અલગ ભાગોમાંથી લગભગ ત્રણ હજાર પ્રવાસીઓ પૂર પ્રભાવીત વિસ્તારોમાં ફસાયેલા છે. તેમણે કહ્યું કે ચુંગથાંગમાં તિસ્તા ફેઝ થ્રી ડેમ પર કામ કરતા ઘણા કર્મચારીઓ પણ ફસાયેલા છે. આ ઉપરાંત મુખ્ય સચિવે જણાવ્યું હતું કે પૂરના કારણે રસ્તાઓ અને પુલ સહિત અન્ય માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે જેમાં લગભગ 14 પુલ ધરાશાયી થયા છે, જેમાંથી નવ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) હેઠળના છે અને પાંચ રાજ્ય સરકારના છે. સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ અચાનક આવેલા પૂરને કારણે રાજ્યમાં ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો મોટો હિસ્સો ધોવાઇ ગયો હતો અને ડઝનબંધ લોકો ગુમ થઇ ગયા હતા. ISROએ કહ્યું કે તારીખ 17, 18 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે તળાવના વિસ્તારમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વાદળ ફાટવાને કારણે તળાવમાં 105 હેક્ટર પાણી વહેવાથી ગાયબ થઈ ગયું હોવાનું જોવા મળ્યું છે. જેના કારણે અચાનક પૂર આવ્યું છે. અમે તળાવ પર સતત નજર રાખવાનું ચાલુ રાખીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application