Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

14 IAS અધિકારીઓની બદલી, ઘણા અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો

  • February 02, 2024 

લોકસભાની ચૂંટણી પહેલા ઉચ્ચ અધિકારીઓના બદલી અને પ્રમોશનનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 3 સિનિયર IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને વધારો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે IAS કમલ દયાનીને પણ વધારોનો હવાલો અપાયો છે. કમલ દયાનીને GSFCના MDનો ચાર્જ સોંપાયો છે. જ્યારે કે.કે.નિરાલાને નાણાં વિભાગના સચિવ બનાવાયા છે. આ સાથે જ  IAS કે.કે.નિરાલા વધારાનો હવાલો સંભાળશે.


આ સિવાય ગૃહ વિભાગમાંથી અધિક મુખ્ય સચિવ પદે નિવૃત્ત થયેલા મુકેશપુરીને નિમણૂંક અપાઈ છે. મુકેશપુરીને નર્મદા વોટર રિસોર્સ અને કલસર યોજનાના MD તરીકે મુકાયા છે. આ સિવાય વધુ 11 IAS અધિકારીઓની બદલી કરાઈ છે. જે નીચે મુજબ છે. નોંધનીય છે કે, વર્તમાન અધિક ગૃહ સચિવ મુકેશ પૂરી 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા છે. ત્યારે નિર્વિવાદીત છબી ધરાવતાં પંકજ જોશી રાજ્યના નવા અધિક ગૃહ સચિવ બનવાની શક્યતા જોવામાં આવતી હતી.

ત્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને વધારો હવાલો આપ્યો છે. તમને જણાવી દઈએ કે પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application