Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં ડીએફઓ દ્વારા વિવિધ રોપાઓનું વિતરણ કરાયું

  • July 13, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ ડીએફઓ અગનેશ્વર વ્યાસ ની સૂચનાથી સુબીર રેન્જમાં સ્થિત પિપલદહાડ ગામમાં આંબા કલમ જમરૂખ અંજીર ના રોપાનું વિતરણ કરી સહરાનીય કામગીરી કરી લોકોના ખેતરોમાં ફળફળાદી વૃક્ષો વધારવા સંદેશો આપ્યો હતો.જેનાથી ખેડૂતો પોતાના ખેતર માંથી આવક મેળવે અને પોતે સ્વનિર્ભર થાય.આ કામગીરી ઉત્તર વન વિભાગની ક્લસ્ટર સામૂહિક ગ્રામવિકાસ સાથે વનો નો વિકાસના ઉદ્દેશથી દસ ગામમાં અંદાજિત એક હજાર લાભાર્થીઓને ઉંચ ગુણવત્તાયુક્ત આંબાની કલમો,જમરૂખ અંજીરના રોપાનું વિતરણ પિપલદહાડ ગામે કરવામાં આવ્યું હતું.જેમાં મોખામાળ,શેપૂઆંબા ,જુનેર ,શિવબારા,ગુરુડીયા,આમસરપાડા ,બરડીપાડા,ગૌહાણ બહેડુન,જામુનસોડા ગામોમાં તથા ઉચ્ચતર માધ્યમિક, સરકારી માધ્યમિકમાં રોપાઓનું વિતરણ કરી લાભાર્થીઓને વધુમાં વધુ વૃક્ષારોપણ કરે એ માટે ઉત્તર વિભાગના ડીએફઓ અગનેશ્વર વ્યાસ દ્વારા હાકલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ખાસ કરીને એસીએફ-યદુ ભારદ્વાજ અને ટી. એન.ચૌધરી તથા સ્થાનિક લોકલ જન પ્રતિનિધિ બુધુભાઈ કામળી શેપુઆંબા સરપંચ બાબુભાઈ બાગુલ તથા તમામ લાભાર્થીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન તથા સંચાલન આરએફઓ સુબીર અનિલ પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application