નવી દિલ્હી:તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની છોકરીનાં બળાત્કાર બાદ તેની હત્યાની બનેલી ઘટના સહિત આ પ્રકારની ઘટનાની ભોગ બનેલી વ્યકિતની ઓળખ છતી કરવા અંગે બોલતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે,આ પ્રકારની ઘટનાનો ભોગ બનેલી મૃત્યુ પામેલી વ્યકિતનું પણ આત્મગૌરવ હોય છે તેનું નામ જાહેર કરી શરમજનક પરિસ્થિતિમાં ન મૂકી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બળાત્કારનો ભોગ બનેલી જીવિત કે મૃત વ્યકિત (તે પછી સગીરા હોય કે માનસિક રીતે અસ્થિર વ્યકિત)ને પણ અંગતતાનો અધિકાર હોવાને કારણે તેની ઓળખ છતી કરવામાં ન આવવી જોઈએ જેથી કરીને તેમને જીવનભર આ લાંછન સાથે ન જીવવું પડે.મૃતક વ્યકિતનાં આત્મગૌરવનો પણ વિચાર કરો. તેમનું નામ જાહેર કર્યા વિના અને તેમને શરમજનક પરિસ્થિતિમાં મૂકયા વિના પણ મીડિયા રિપોર્ટિંગ થઈ શકે છે એમ જણાવતાં ન્યાયાધીશ મદન. બી. લોકુર અને દીપક ગુપ્તાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે તેમનું પણ આત્મગૌરવ હોય છે. કેસની સુનાવણી દરમિયાન બળાત્કારની ઘટનાનો ભોગ બનેલી વ્યકિતની ઓળખ છતી કરવા સાથે કામ પાર પાડતી આઈપીસીની કલમ ૨૨૮-એ અંગેનાં વરિષ્ઠ વકીલ ઈંદિરા જયસિંહ દ્વારા ઉપાડી લેવામાં આવેલા મુદ્દા સંબંધિત સુનાવણી કરતા ખંડપીઠે ઉપરોકત નિરીક્ષણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application