જોઘપુર:રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનેલી વિશેષ કોર્ટના જજ મધુસુદન શર્માએ પોતાનો મહત્વનો નિર્ણય સંભળાવીને સગીર યુવતિના બળાત્કારના કેસમાં ૭૭ વર્ષના આસારામ ઉર્ફે આસુમલને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે.હવે આસારામે ઓછામાં ઓછા ૧૪ વર્ષ જેલમાં રહેવું પડશે ત્યારે ગુજરાતમાં પણ તેમના ઉપર એક બળાત્કાર સહિત અન્ય કેસો પણ થયેલા છે.
શિલ્પી અને શરતચંદ્રને ૨૦-૨૦ વર્ષની સજાનું એલાન કરવામાં આવ્યું છે.લખાય છે ત્યારે આસારામના ધારાશાસ્ત્રીઓની એક ટીમ હવે પછી શું કાનૂની કાર્યવાહી કરવી તે અંગે મંત્રણા કરી રહેલ છે.સંભવતઃ હાઇકોર્ટમાં હવે અપીલ થશે.આસારામ બાપુ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે.ચાર રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઇપણ સ્થળે અશાંતિ સર્જાઇ નથી.જોધપુરમાં હજારો સુરક્ષાકર્મીઓને ખડેપગે રખાયા છે.આસારામ બાપુ જજ સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતાં. તેમની તબિયત બગડતા જેલ ઉપર એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી છે તેવું જાણવા મળે છે.આસારામે ચુકાદા પહેલા જ્જને ૧૫ મિનીટ રાહ જોવડાવી. જ્જ આવ્યા બાદ ૧૫ મિનીટ સુધી આસારામ કોર્ટમાં પહોંચ્યો નહી.દોષી જાહેર થતાં આસારામે પોતાના વકીલોને ખખડાવ્યા. કોર્ટમાં આસારામ ચુકાદો સાંભળ્યા બાદ ફસકી પડેલ.આ કેસમાં આસારામ ઉપરાંત બે અન્ય શિલ્પી અને શરતચંદ્રને પણ દોષિત જાહેર કરી બંનેને ૨૦-૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે.તેમજ અન્ય બે ને નિર્દોષ જાહેર કરાયા.આ મામલાને જોઇ ગૃહમંત્રાલયે ત્રણ રાજયોમાં સુરક્ષા માટે એડવાયઝરી જાહેર કરી છે.મંત્રાલયે રાજસ્થાન, ગુજરાત, હરિયાણાના દરેક જીલ્લાના એસપી અને ડીએમને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બંદોબસ્ત કરવા અંગે કહેવાયુ છે. આ ચુકાદા પહેલા મેઘપુરના આસારામના ૬ સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે.આ તમામને હવે જોધપુરથી બહાર મોકલવામાં આવ્યા છે.આજે સવારે આસારામના ભકત દેશના અનેક ભાગોમાં પૂજા-પાઠ કરી રહ્યા હતા અને એકત્રિત થઇ ગયા હતા.૭૭ વર્ષના આસારામ બાપુ પર આરોપ હતો કે ૨૦૧૩ની સાલમાં તેમણે ૧૬ વર્ષની સગીર યુવતી પર બળાત્કાર કર્યો હતો. યુવતિના માતા-પિતા આસારામના ભકત હતા.એક દિવસ જયારે દિકરી સ્કુલમાં પડી ગઇ તો માતા-પિતા તેની સારવાર માટે આસારામ બાપુના આશ્રમે લઇ ગયા હતા.જયાં આસારામે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.આ કેસમાં આસારામ સહિત બે આરોપી દોષિત અને અન્ય બે નિર્દોષ.અગાઉ ૭ એપ્રિલે વિશેષ જજ મધુસુદન શર્માની કોર્ટે મામલાની સુનાવણી પૂરી કરી લીધી હતીની સુનાવણી પૂરી કરી લીધી હતી અને ચુકાદો ૨પ એપ્રિલ સુધી સુરક્ષિત રાખ્યો હતો.આસારામ પર જોધપુરની મનાઇ ગામમાં આવેલા તેના આશ્રમમાં રહેતી વિદ્યાર્થીનીએ દુષ્કર્મનો આરોપ મુકયો હતો.આ મામલો સહિત અન્ય કેસોમાં આરોપી આસારામ ૩૧ ઓગસ્ટ ૨૦૧૩ થી જ જેલમાં બંધ છે. પીડિત યુવતિ દલિત અને સગીર વયની હોવાથી આસારામ પર એસસી-એસટી એકટ અને પોકસો એકટ લગાવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application