Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આસારામ બાપુ સહિત પાંચે પાંચ આરોપીઓ દોષિત જાહેર થયા

  • April 25, 2018 

જોધપુર :ઉત્તર પ્રદેશના પીડિતાના દુષ્કર્મ કેસમાં આસારામ બાપુ સહિત પાંચે પાંચ આરોપીઓ દોષિત જાહેર થયા છે.સજા આજે જ જાહેર થઇ જશે.જે કલમો લગાડવામાં આવી છે તે મુજબ ૧૦ વર્ષથી જન્મટીપ સુધીની સજા થઇ શકે છે.આ કેસની વિગત એવી છે કે સગીર વયની પીડિતાના પેટનું દર્દ દૂર કરવા આસારામે તેના પર દુષ્કર્મ આચર્યુ હતું.આ કેસનો ચૂકાદો આજે જોધપુરમાં જેલની અંદરની જ સંભળાવવામાં આવ્યો હતો. આસારામ દોષિત જાહેર થતા સાધકોમાં તણાવ પ્રવર્તે છે.પણ ત્રણ રાજ્યોમાં ચુસ્ત બંદોબસ્તના કારણે હજુ શાંતિનો માહોલ છે. ૭૭ વર્ષના આસારામ બાપુ ઉપર આરોપ હતો કે ૨૦૧૩ની સાલમાં તેમણે ૧૬ વર્ષની સગીર યુવતિ ઉપર બળાત્કાર કર્યો હતો. યુવતિના માતા-પિતા આસારામના ભકત હતાં.એક દિવસ જ્યારે દિકરી સ્કૂલમાં પડી ગઇ તો માતા-પિતા તેના સારવાર માટે આસારામ બાપુના આશ્રમે લઇ ગયા હતાં.જ્યાં આસારામે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.આ કેસમાં આસારામ સહિત પાંચે પાંચ આરોપી દોષિત જાહેર થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application