Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહાર:મગજના તાવ (એઇએસ)ના કારણે 127થી વધુ બાળકોના મોત,તંત્ર દોડતું થયું

  • June 18, 2019 

(બિહાર)મુઝફ્ફરપુર:બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ (એઇએસ)ના કારણે 127થી વધુ બાળકોના મોત થયા છે. ત્યારે મગજના તાવના પ્રકોપને લઇને કહેવામાં આવી રહ્યું છે કે,તે મુખ્ય રીતે લોકોમાં જાગૃતિના અભાવને કારણે ઝડપથી ફેલાઇ રહ્યો છે.તમને જણાવી દઇએ કે,મુઝફ્ફરપુરમાં હાલમાં મગજના તાવથી પીડિત બાળકોથી આખી હોસ્પિટલ ક્યાંય જગ્યા ખાલી રહી નથી.ત્યાં,બાળકોની લાશ પણ જોવા મળી રહી છે.હવે આ પ્રકોપ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રીને જવાબદાર ગણાવવામાં આવી રહ્યાં છે.મુઝફ્ફરપુરની એક સામાજીક કાર્યકર્તા તમન્ના હાશમીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેની સામે અરજી દાખલ કરી છે.મુઝફ્ફરપુર સીજીએમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.જેના પર સુનાવણી 24 જૂને કરવામાં આવશે.તમને જણાવી દઇએ કે બિહારમાં એઇએસનો પ્રકોપ છેલ્લા પાંચ વર્ષથી પણ વધારે સમયથી જોવા મળી રહ્યો છે.એવામાં જ રાજ્ય સરકારે તેના ના તો કોઇ પગલા લીધા અને ના કેન્દ્ર સરકાર તરફથી તેના પણ કોઇપણ કાર્ય કરવામાં આવ્યું છે.એટલું જ નહીં લોકોને જાગૃત કરવા માટે પણ કોઇ પહેલ કરવામાં આવી નથી.થોડ દિવસ પહેલા સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું કે,આ વર્ષે મગજના તાવનો કહેર એટલા માટે વધ્યો છે કે,લોકોમાં તેના પ્રતિ જાગૃતિનો અભવા છે.વરસાદની મોસમ પહેલા દર વર્ષે નજરે પડતો આ રોગના કારણો જાણવા સરકાર અને આરોગ્ય મંત્રાલય દોડતું થઇ ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application