Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાળ,હોસ્પિટલોમાં ઓપીડી બંધ,સ્વાસ્થ્ય સેવાઓ વેરવિખેર-દર્દીઓની હાલત ખરાબ

  • June 17, 2019 

નવી દિલ્હી:પ.બંગાળમાં ડોકટરો સાથે થયેલી મારપીટની ઘટનાના વિરોધમાં આજે દેશભરમાં ડોકટરોએ સજ્જડ હડતાલ પાડી છે.ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા કેન્દ્રીય તબીબી સુરક્ષા કાનૂન લાવવાની માંગણી કરતા આજે સવારે ૬ વાગ્યાથી આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધીની હડતાલનું એલાન આપવામાં આવતા દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને દર્દીઓ રઝળી પડયા છે.દેશના તમામ વિસ્તારોમાં સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં આજે કામકાજ ઠપ્પ રહ્યુ હતું.ઈન્ડીયન મેડીકલ એસોસીએશન સાથે જોડાયેલા લગભગ ૩ લાખથી વધુ ડોકટરો હડતાલ પર ગયા છે એટલુ જ નહિ સરકારી હોસ્પીટલોના રેસીડેન્ટ અને આયુષ્માનના ડોકટરો પણ આજે ફરજથી દૂર રહ્યા છે. એવામાં ૧૦ લાખ ડોકટરો ઓપીડીથી પણ દૂર રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.જો કે ઈમરજન્સી,પ્રસૃતિ અને પોસ્ટમોર્ટમ કામકાજ યથાવત રહ્યા છે.પ.બંગાળના એન.આર.એસ.કોલેજમાં બે જુનીયર ડોકટરો સાથે મારપીટ બાદ સમગ્ર દેશના ડોકટરોમાં રોષ ભભુકી ઉઠયો હતો અને તેના વિરોધમાં આજે દિલ્હી,હરીયાણા,પંજાબ,યુપી,બિહાર, મ.પ્રદેશ,ગુજરાત,જમ્મુ કાશ્મીર હિમાચલ,છત્તીસગઢ,કેરળ,તામિલનાડુ અને પ.બંગાળ સહિત તમામ રાજ્યોના ડોકટરોએ આજે સજ્જડ હડતાલ પાડી છે અને ઠેરઠેર ઉગ્ર દેખાવો,ધરણા અને પ્રદર્શન કર્યા છે.આજે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.પ.બંગાળમાં તો ૧૧ જૂનથી ડોકટરો હડતાલ પર છે.આ ડોકટરોને સમર્થન આપવા આજે દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી છે.ડોકટરોની માંગણી છે કે,હિંસા પર લગામ મુકવા કડક કાયદો બનાવવાની જરૂર છે, હોસ્પીટલોને સેઈફઝોન જાહેર કરવી જોઈએ તથા સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જોઈએ.આજની હડતાલમાં ગુજરાતના પણ ૨૮૦૦૦ જેટલા ડોકટરો હડતાલમાં જોડાયા છે.આજે કેટલીક ખાનગી હોસ્પીટલોમાં પણ દર્દીઓને સારવાર મળી શકી ન હોતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application