વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:વઘઇ ગીરાધોધ ઇકો ટુરીઝમ સાઇટ ના વિકાસના કામો નુ ભુમી પુજન આદિજાતી વિકાસ મંત્રી શ્રી ગણપત વસાવા ના વરદ હસ્તે કરવા માં આવ્યુ હતું.ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ નજીક આવેલ બોટાનિકલ ગાર્ડન અને ગીરાધોધને નિહાળવા પ્રવાસીઓની સંખ્યામાં ઘરખમ વધારો નોંધાયો રહયો છે જેના માટે ગુજરાત સરકાર ના પ્રવાસન નિગમ દ્વારા ડાંગ પ્રવાસન સ્થળો ને હજી વેંગવંતુ બનાવવા તેમજ પ્રવાસીઓ માટે ડાંગ ના પ્રવાસન સ્થળો આકર્ષણનું કેન્દ્ર બની રહેલ જેના માટે વઘઇ નજીક આવેલ જે દેશ દુનિયા માં મીની નાઇગ્રા ફોલ તરીકે ખ્યાત નામ થયેલ ગીરાધોધ ની અભિવુધ્ધી માં વધારો કરવા તેમજ પ્રવાસીઓ ને વધુ સારી સુવિધા મળી રહે તેમજ સ્થાનિક આદિવાસીઓને ઘરઆંગણે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થાય તે હેતુ થી સરકાર દ્વારા બે કરોડ ના ખર્ચે ગીરાધોધ ખાતે ગાર્ડન બાકડા રેલીંગ રોડ રસ્તા લાઇટ તેમજ સ્થાનિક આદિવાસી દુકાન દારો માટે કેબીન સહિત પ્રવાસીઓ માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે આજ રોજ ગુજરાત સરકાર ના આદિજાતી વિકાસ મંત્રી ગણપત ભાઇ વસાવા ના વર હસ્તે ધાર્મિક વિધી થી ખાતમુહૂર્ત કરી ગીરાધોધ ના વિકાસ ના કાર્ય નો શુભઆરંભ કર્યો હતો આ ભુમી પુજન કાર્યક્રમ ને સફળ બનાવવા ઉતર દક્ષિણ ડાંગ ડીએફઓ આરએફઓ તેમજ આજુબાજુ ગામના રાજકીય આગેવાનો તેમજ ગ્રામ જનો ઉપસ્થિતિ રહી કાર્યક્રમ ને સફળતા પુર્વક પાર પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application