ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:ત્રણેક દિવસ પહેલા રાજપીપળા થી સુરત ગયેલી બસ પરત રાજપીપળા ફરતા સુરત સિટીમાં કંડક્ટરે મામૂલી બાબતે એક મુસાફરે ને ટિકિટના મશીન વડે મારી લોહી લુહાણ કર્યા બાદ રાજપીપળા ડેપોના આ કંડક્ટર ને સસ્પેન્ડ કરાયો હતો ત્યારબાદ મુસાફરે ફરિયાદ આપતા હાલ કંડક્ટર ને 72 કલાક ની નોટિસ આપી જવાબ માંગ્યો છે નહીં તો એ બરતરફ કરાશે તેમ સત્તાધીશો દ્વારા જાણવા માંડ્યું હતું .મુસાફરને ફટકાર્યા બાદ મહેન્દ્રભાઈ ગીતાલાલ અગ્રવાલ રહે,જીઆઇડીસી કોલોની પાંડેસરા,સુરત નાઓએ મહિધરપુરા પોલીસમાં કંડક્ટર એચ.આર.મોદી રહે,વેસુ વિરુદ્ધ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,સુરત થી રાજપીપળા જતી બસમાં પોતે બેસી ગયા બાદ અન્ય મુસાફરો ચઢવાના બાકી હોવા છતાં કંડક્ટરે બેલ મારી દેતા મહેન્દ્ર અગ્રવાલે બસ થોભાવવા જણાવતા કંડક્ટર મોદી ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી કરી તેમને ટિકિટનું મશીન માથામાં મારી લોહી લુહાણ કરતા તેમને પોલીસ કંટ્રોલ માં 100 નંબર પર જાણ કરવા ફોન લગાવતા કંડક્ટર પોલીસને બોલાવીશ એમ કહી વધુ ઉશ્કેરાયો અને ફરી માર માર્યો તેથી મહેન્દ્રભાઈ ગભરાઈ ગયા બાદ વધુ ન બોલી તેમને મહિધરપુરા પો.સ્ટે.માં કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ આપી હતી
high light-રાજપીપળા ડેપો મેનેજર એન.એમ.કલ્યાણીએ આ બાબતે જણાવ્યું કે,અમે આ ઘટના બાદ આ કંડકટરને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે પરંતુ એ હાજર ન થતા અમે તેને નોટિસ આપી જેમાં 72 કલાક નું અલ્ટીમેટમ આપી જવાબ કરવા જણાવ્યું છે તેમ છતાં એ હાજર નહીં થાય તો 72 કલાક બાદ તેને ફરજ ઉપરથી બરતરફ કરવામાં આવશે એમ ડેપો મેનેજર કલ્યાણી એ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application