Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા એસટી ડેપોની બસમાં કંડક્ટરની દબંગગીરીનો વિડીયો વાયરલ થયા બાદ કંડક્ટરને સસ્પેન્ડ કરાયો

  • June 10, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા થી સુરત જતી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા એચ.આર.મોદી નામના કંડકટરે શનિવારે સુરતથી પરત રાજપીપળા આવતી વેળા સુરત સીટીમાં કોઈક કારણોસર માર્ગમાં એક મુસાફર સાથે ગાળાગાળી કરી આધેડ વયના મુસાફરને ફટકાર્યો હતો મુસાફરને ટિકિટનું મશીન મારી દેતા મશીન પણ બગી જતા રાત્રે આ બસ રાજપીપળા પરત આવતા કંડક્ટર એચ.આર.મોદી ટિકિટનું મશીન અને હિસાબ આપી ચાલ્યા ગયા બાદ આજદિન સુધી એ રાજપીપળા ડેપો ફરક્યો નથી જોકે આ દબંગગીરી કરનાર કંડક્ટર વિરુદ્ધ ઈજાગ્રસ્ત મુસાફરે સુરત ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હોય ડેપો સત્તાઘીસોએ કંડકટરને તાત્કાલિક સંસ્પે્ડ કર્યો હતો આ કંડક્ટર બદલી કામદાર (હંગામી ધોરણે) ફરજ બજાવે છે અને અગાઉ ઝગડીયા ડેપોમાં તેની ઉપર કોઈ કેશ થયો હોય એ સમયે એ સસ્પેન્ડ થયો હતો પરંતુ કેશ જીતી ગયા બાદ હાલ થોડા દિવસ ઉપરજ તેને રાજપીપળા ડેપોમાં ફરજ પર મુકાયો હતો ત્યારે અહીંયા પણ ગણતરીના દિવસોમાં આવી દબંગગીરી સામે આવી હોય ફરી સસ્પેન્ડ કરાયો છે.

high light-ઘટના બાદ હાલ એને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે:સુરેન્દ્રસિંહ માત્રોજા (ડી.સી.ભરૂચ ડિવિઝન )... આ બાબતે ભરૂચ ડીવીજનના ડી.સી.સુરેન્દ્રસિંહ માત્રોજા એ જણાવ્યું હતું કે,આ ઘટના બાદ સુરત પોલીસ સ્ટેશનમાં મુસાફરે ફરિયાદ આપી હોય અમે એની નકલ મંગાવી છે પરંતુ ઘટનાનો વિડિઓ જોતા અમે કંડકટરને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કર્યો છે અને ડિસમિસ કરવાની કાર્યવાહી ચાલુ છે. high light-એ દિવસે ફરજ બજાવતા ડ્રાઈવર નો જવાબ લીધો છે:એન.એમ.કલ્યાણી (ડેપો મેનેજર,રાજપીપળા ડેપો) રાજપીપળા ડેપો મેનેજર એન.એમ.કલ્યાણી એ જણાવ્યું કે,આ ઘટના બાદ કંડક્ટર મોદી ડેપોમાં આવ્યો જ નથી પરંતુ અમે તેની સાથે ફરજ પર ગયેલા ડ્રાઈવર આર.આર.મકવાણા માં જવાબ લીધા જેમાં તેમણે જણાવ્યું કે સુરત સિટીમાં આ ઘટના બની પરંતુ ટ્રાફિક બહુ હોય હું ડ્રાઈવિંગ પર હોવાથી વધુ જાણતો નથી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application