ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા થી સુરત જતી બસ માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા એચ.આર.મોદી (બેઝ નંબર 2285) નામના કંડકટરે શનિવારે ફરજ દરમિયાન કોઈક કારણોસર મુસાફરી વેળાએ એક મુસાફર સાથે થયેલી માથાકૂટ દરમિયાન ગંદી ગાળો બોલી છુટ્ટા હાથ વડે આધેડ વયના મુસાફરને ફટકાર્યો ત્યારબાદ વધુ અકળાઈ ઉઠતા આ મુસાફરને ટિકિટનું મશીન મારી દેતા ચાલુ બસે મશીન બગડી ગયું હોય રાત્રે આજ બસ સુરત થી રાજપીપળા પરત આવતી હોય પરંતુ ટિકિટ મશીન બગડી જતા બસ મુસાફરો વગર ખાલી આવી હોવાનું ડેપોના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું મુસાફર સાથે કયા કારણોસર માથાકૂટ થઈ એ જાણી શકાયું નથી પરંતુ કંડક્ટર આ મુસાફરને ગંદી ગાળો આપી માર મારતો અને ટિકિટનું મશીન મારતો વિડિઓ વાયરલ થાંજ તેનો ભાંડો ફૂટ્યો ત્યારે તેની દબંગગીરી સામે આવી હતી.જોકે આ બાબતે રાજપીપળા ડેપોના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ કંડક્ટર એચ.આર.મોદી બદલી કામદાર (હંગામી ધોરણે) ફરજ બજાવે છે અને અગાઉ ઝગડીયા ડેપોમાં તેની ઉપર કોઈ કેશ થયો હોય એ સમયે એ સસ્પેન્ડ થયો હતો પરંતુ કેશ જીતી ગયા બાદ હાલ થોડા દિવસ ઉપરજ તેને રાજપીપળા ડેપોમાં ફરજ પર મુકાયો હતો ત્યારે અહીંયા પણ ગણતરીના દિવસોમાં આવી દબંગગીરી સામે આવી હોય હજુ માર ખાનાર મુસાફરે આ દબંગ કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ આપી છે કે નહીં એ ડેપોમાં કોઈ જાણતું નથી પણ શનિવારે રાત્રે સુરત રૂટ ઉપરથી આવ્યા બાદ ટિકિટનો હિસાબ અને બગડેલું મશીન આપી એ ચાલ્યો ગયો હતો અને રવિવારે સવારે રાજપીપળા થી ગુવાર ગામના લોકલ ફેરા માં તેની નોકરી મૂકી હોય પરંતુ એ ફરજ પર આવ્યો ન હતો એમ ડેપોના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
High light-શનિવારે સાંજે 4 વાગે રાજપીપળા સુરત રૂટની બસમાં ફરજ પર જતા માર્ગમાં એક આધેડ વ્યક્તિને ગંદી ગાળો બોલી ટિકિટનું મશીન મારતો વિડિઓ વાયરલ બાદ કંડક્ટર ફરજ પર ન આવ્યો
High light-ઝગડીયા ડેપોમાં અગાઉ કોઈ કેશમાં સસ્પેન્ડ થયેલો આ કંડક્ટર એચ આર મોદી કેશ જીતી જતા હાલમાંજ રાજપીપળા ડેપોમાં ફરજ પર મુકાયો હતો
High light-રાજપીપળા સુરત બસમાં ફરજ દરમિયાન એક મુસાફર સાથે માથાૂટ થતા ટિકિટનું મશીન મુસાફરને મારી દેતા રાત્રે સુરત થી પરત આવેલી બસ ટિકિટનું મશીન બગડતા ખાલી આવી ત્યારબાદ હિસાબ આપી આ મહાશય ગાયબ
High light-રવિવારે સવારે લોકલ રૂટ ના ફેરામાં એની નોકરી હતી પરંતુ આગે દિવસની માથાકૂટ બાદ રવિવારે ફરજ ઉપર ન દેખાયો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application