ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી નર્મદા જિલ્લાની નિર્ભયા ટીમના સમગ્ર ગુજરાતમાં કામગીરીની પ્રશંસા થઈ રહી છે ત્યારે નિર્ભયા ટીમ દ્વારા વધુ એક પ્રસંશનીય કામગીરી કરતા નિર્ભયા સ્ટાફમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.નિર્ભયા ટીમ ને એક ફરિયાદ મળી હતી.જેમાં છીંડીયાપુરા ઞામના વતની ભગુભાઈ રણછોડભાઈ તડવીના દિકરી રંજનબેન (ઉ.વ.22) નાઓ તા.3/3/2018 ના રોજ ગુમ થયા હતા.આ બાબતે કેવડિયા નિર્ભયા ટીમ દ્વારા પીએસઆઇ કે.કે.પાઠકને જાણ કરી હતી જેથી કે.કે.પાઠકે તમામ નિર્ભયા ટીમને ખાનગી રાહે તપાસ કરવા જણાવ્યું.ત્યારે કેવડિયા આ નીડર નિર્ભયા ટીમના મહિલા કર્મચારી લતાબેન,શિલ્પાબેન તેમજ પદ્માબેન દ્વારા તપાસ કરતા રંજનબેન સુરત થી મળી આવેલ જેથી તેમના માં બાપને ઞરૂડેશ્વર પોસ્ટે, બોલાવી ત્યાના પીએસઆઇ એમ.વી.વસાવાએ એક વર્ષ થી ગુમ થયેલી છોકરીને માં બાપને સોંપી મિલન કરાવ્યું હતું.ત્યારે આ માટે રંજનના પરિવારે નિર્ભયા સ્કોડનો આભાર વ્યક્ત કરી ટીમની આ કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application