રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના 6 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઉમરપાડામાં 5 ઈંચ, વાંસદામાં 4.5 ઈંચ, કપરાડામાં 4.5 ઈંચ, ખેરગામમાં 4.5 ઈંચ વરસાદ, પારડી 4 ઈંચ, કામરેજમાં 4 ઈંચ અને વલ્લભીપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જોકે આવતીકાલે નવમી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
તારીખ 10મી અને 11મી જુલાઈએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500