ન્યુઝ એજન્સી,નવી દિલ્હી:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પરિણામોના રૂઝાન સ્પષ્ટ થયા બાદ સાંજે છ વાગ્યે દિલ્હી કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન તેમણે જણાવ્યું કે,દેશના જનાદેશનો તેમણે સ્વીકાર કર્યો છે.જીત બદલ નરેન્દ્ર મોદીજીને શુભેચ્છાઓ પાઠવું છું.રાહુલ ગાંધીએ જણાવ્યું,અમારી જે લડાઈ છે તે વિચારધારાની છે.અમે જાણીએ છીએ કે દેશમાં ઘણા એવા લોકો છે જે કોંગ્રેસની વિચારધારાને માને છે.રાહુલ ગાંધી અમેઠીની હાર સ્વીકારી લીધી છે અને કહ્યું,-સ્મૃતિ ઇરાનીની જીત થઇ છે,તેમને શુભકામનાઓ પાઠવું છે.મારી એમને વિનંતી છે કે તેઓ પ્રેમથી અમેઠીને સાચવે અને વિકાસ કરે.રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.રાહુલ ગાંધીએ હાર બાદ રાજીનામુ આપવાની તૈયારી પણ દર્શાવી છે,તેઓ સોનિયા ગાંધીને રાજીનામું આપવાની રજૂઆત કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application