સમગ્ર દેશની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને રેલવેએ સુપર ફાસ્ટનો દરજ્જો આપીને તમામ શ્રેણીઓનાં ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે. જેના હેઠળ ટ્રેનોના એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ મુસાફર, એસી-2,3, ચેરકારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા પ્રતિ યાત્રી ભાડુ વધારી દેવાયુ છે. આ પ્રકારે મુસાફરને એક PNRની બુકિંગમાં એસી-1માં 450 રૂપિયા, એસી-2,3માં 270 અને સ્લીપરમાં 180 રૂપિયા મુસાફરને વધારાની ચૂકવણી કરવી પડશે. આ વ્યવસ્થા એક ઓક્ટોબરથી લાગુ કરી દેવાઈ છે.
જોકે આ તમામ ટ્રેનોમાં ખાણી-પીણી, મુસાફર સુરક્ષા અથવા સુવિધાઓમાં કોઈ પ્રકારની વૃદ્ધિ કરવામાં આવી નથી. આમાં એક પૈસા ખર્ચ કર્યા વગર રેલવેએ તમામ શ્રેણીઓમાં ભાડુ વધારી દીધુ છે. રેલવે નિયમ અનુસાર 56 કિલોમીટર પ્રતિકલાકની સરેરાશ રફ્તાર પર ચાલનારી ટ્રેનોને ટાઈમ ટેબલમાં સુપરફાસ્ટનો દરજ્જો આપવામાં આવે છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે, ભારતીય રેલવે 45 વર્ષથી ટ્રેનોની સરેરાશ રફ્તાર વધારવામાં નિષ્ફળ રહી છે.
જેમાં ચાર દાયકાથી મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સરેરાશ રફ્તાર 50થી 58 કિમી પ્રતિકલાક છે જ્યારે રેલવેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેન વગેરેની સરેરાશ રફ્તાર 70-85 કિમી પ્રતિકલાક છે. 15-20 ટકા ટ્રેનો ક્યારેય પણ નિર્ધારિત ટાઈમ પર પહોંચતી નથી. 60 ટકા ટ્રેનો 15-20 મિનિટ મોડા પહોંચે છે. રેલવેએ નવા ટાઈમ ટેબલ 2022-23માં મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસનો દરજ્જો આપ્યો છે. આનો સીધો અર્થ એ છે કે, લાખો દૈનિક મુસાફર આ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે નહીં કેમ કે વધારાયેલુ ભાડુ આડે આવશે.
ટિકિટ વિના મુસાફરી કરવા પર ભાડુ અને દંડ બંને લેવામાં આવશે. આ સિવાય મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં બેઝિક ભાડા સિવાય રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ સહિત જીએસટી લગાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટાઈમટેબલ 2022-23માં દિલ્હી-ભટિંડા (ટ્રેન સંખ્યા 20409) પેસેન્જર ટ્રેનને મેલ-એક્સપ્રેસનો દરજ્જો આપવામાં આવ્યો છે. આનુ અંતર 298 કિલોમીટર છે, જ્યારે રેલવે નિયમ કહે છે કે, 325 કિલોમીટર સુધી પેસેન્જર ટ્રેનો ચલાવવામાં આવે છે.
આ ટ્રેનને સુપર ફાસ્ટનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. દિલ્હી-સહારનપુર (ટ્રેન સંખ્યા 20411)ને પેસેન્જરથી મેલ-એક્સપ્રેસનો દરજ્જો આપવામાં આવ્યો છે જ્યારે દિલ્હી-સહારનપુરનુ અંતર 181 કિમી છે. નવા ટાઈમ ટેબલમાં મેરઠ-શ્રીગંગા નગર વાયા દિલ્હી (સંખ્યા 14030) ટ્રેન ચલાવવામાં આવી છે. 588 કિમીના અંતરમાં ટ્રેનના 84 સ્ટેશન છે. જેમાં પહેલુ સ્ટેશન મેરઠ રેલવે સ્ટેશન બાદ ચાર કિમી દૂર પરતાપુર સ્ટેશન પર છે. આનાથી ટ્રેન 588 કિલોમીટરનુ અંતર નક્કી કરવામાં 17 કલાક વધારે સમય લે છે. આની સરેરાશ રફ્તાર 35 કિલોમીટર પ્રતિકલાક રહી જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500