વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં 1395 મતદાન મથકો ઉપર 13.29 લાખ મતદારો EVM અને VVપેટ ઉપર મતદાન કરશે. આજે ડીસ્પેચિંગ સેન્ટર ઉપરથી ચૂંટણીનો સ્ટાફ મતદાન ની સામગ્રી લઈને મતદાન મથકે જવા રવાના થયો છે. નિષ્પક્ષ અને ભય મુક્ત વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ કરવા 6727 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી સ્ટાફ ચૂંટણીની સામગ્રી લઈ મતદાન બૂથ તૈયાર કરવા રવાના થયો છે.
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન આવતીકાલે 1લી ડિસેમ્બરે યોજાશે. તે માટે જિલ્લાની 5 વિધાનસભાના 1395 મતદાન મથકો ઉપરની ચૂંટણી સામગ્રી આપવા માટે વલસાડ વિધાનસભા બેઠક ઉપરનું ડીસ્પેચિંગ સેન્ટર આવા બાઈ સ્કૂલના મેદાનમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ વિધાનસભા બેઠક ઉપર આવતા 273 મતદાન મથકના ચૂંટણી કર્મચારીઓ દ્વારા EVM અને VVપેટ મશીન સહિતની ચૂંટણીની સામગ્રી લઈને મતદાન મથકો ઉપર જવા રવાના થયા હતા.
વલસાડ વિધાનસભા બેઠક ઉપર 7 સખી મંડળ મતદાન મથકો, 1 દિવ્યાંગ મતદાન મથક, 1 આદર્શ મતદાન મથક અને ગ્રીન મતદાન મથક તૈયાર કરવામાં આવ્યાં છે. તમામ મતદાન મથકો ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કોઈપણ મતદારને કોઈપણ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મતદારો માટે પાયાની તમામ સુવિધા મતદાન મથકોએ ઉભી કરવામાં આવી છે. મતદાન મથક ઉપર BLO અને ચૂંટણી સ્ટાફ સામગ્રી લઈ મતદાન મથકે જવા રવાના થયો હતો. 1લી ડિસેમ્બરે જિલ્લાના 1395 મતદાન મથકો ઉપર મતદાન થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500