રાજપારડી નગરમાં માત્ર 24 કલાક 13 જણાંને હડકાયા કૂતરાંએ બચકાં ભરી લેતા રાજપારડીમાં હાહાકાર ફેલાઈ ગયો હતો જયારે એક તો કૂતરું સામાન્ય ન હતું અને હડકાયું હોવાથી આ તમામના માથે જીવનું જોખમ રહેલું છે. તેઓએ તત્કાળ ધનુરના ઈન્જેકશન લેવાનું જરૂરી બન્યું હતું. આ મામલે રાજપારડી નગર પાલિકાએ સર્વેક્ષણ કરીને એ ચોક્ક્સ કરવું પડશે છે જે નાગરિકોને આ કૂતરાંની થોડી લાળ પણ સ્પર્શી હોય તેમની તત્કાળ સારવાર કરવામાં આવી છે કે નહીં, અન્યથા તેઓને તત્કાળ ધનુરથી બચવાના ઈન્જેકશન આપી સારવાર મળવી જરૂરી છે.
આ ઘટનાને લઈને નગરજનોમાં ફફડાટ છે સાથે પોતાના નાના બાળકોને હવે આંગણામાં એકલા રમવા દેતા પણ ફફડી રહ્યાં છે. રાજપારડી નગરમાં છેલ્લા 24 કલાકમાં હડકાયા કૂતરાંએ મચાવેલા ભારે આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજપારડી નગરમાં 8 પુરૂષો, 3 મહિલા અને 2 નાની બાળકી મળીને કુલ 13 જણાંને હડકેલા કૂતરાએ બચકાં ભર્યાં હતાં. આ ઉપરાંત હડકાયા કૂતરાંએ કેટલાયે અન્ય જાનવરોને શિકાર બનાવ્યા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
રાજપારડીમાં ભોગ બનનાર 13 પીડિતોએ અવિધા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી હતી. જોકે આ ઘટનાથી લોકો ફફડી ઉઠ્યા હતા. જોકે માનવ અને અન્ય જાનવરોને હડકાયા કૂતરાંએ ટાર્ગેટ કર્યા બાદ લોકો માટે સ્થિતિ પડકારજનક બની હતી. હાલમાં જ હડકાયું કુતરું મૃત હાલતમાં મળી આવતા રાજપારડી નગરજનોમાં થોડા અંશે રાહત અનુભવી હતી. પરંતુ જે જાનવરોને તે કરડયું છે તેને પણ પાલિકા તંત્રએ શોધીને રસી મૂકવી જરૂરી છે કેમ કે હડકાયાં કૂતરાંની લાળ માત્રથી હડકવા જેવો જીવલેણ રોગ ફેલાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500