ગુજરાતમાં ગઈકાલે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા ફરી એકવાર પરીક્ષા પદ્ધતિને લઈને ગુજરાતમાં સવાલો થઈ રહ્યા છે. 9 લાખથી વધુ ઉમેદવારોએ ભીંજાયેલી આંખો અને આક્રોશ અને હતાશા સાથે શાળાના ઝાંપે હાથ દઈને પાછું આવવું પડ્યું હતું પરંતુ પેપરો ફૂટવાની ઘટનામાં ગુજરાતમાં જાણે કોઈ નવાઈ જ ના હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, છેલ્લા 9 વર્ષમાં 13 જેટલા પેપરો ફૂટતા યુવાનોના નશીબ પણ ફૂટી રહ્યા છે.
100 દિવસમાં પરીક્ષા લેવામાં આવશે. ચેરમેન બદલાય છે પરંતુ સિસ્ટમ ના બદલાય ત્યાં સુધી રીઝલ્ટ કેવી રીતે મળશે. પેપર હતું તેની આગળની રાત્રે જ 2.30 કલાકેચ પેપર ફૂટવાની જાણ તંત્રને થઈ ગઈ હતી. તંત્રએ સવારે મોકુફ રાખવાને લઈને નક્કી કરતા ઉહાપોહ મચી જતા અનેક સવાલો થઈ રહ્યા છે જાણે કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપકો ફૂટવાને લઈને કોઈ નવાઈ ના હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે તપાસમાં એટીએસ સહીત પોલીસની ટીમો તેમજ ગૃહવિભાગ લાગી ગયું છે.
પરંતુ સવાલો એ છે કે ક્યાં સુધી થતા રહેશે આ પેપર લીકના બનાવો. અગાઉ 2015 તલાટીનું પેપર ફૂટ્યું, 9 વર્ષમાં 13 પેપરો એક પછી એક ફૂટ્યા છે જ્યારે કેટલાક પેપરોમાં ગેરરિતી પણ સામે આવી રહી છે. 2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું આ ઉપરાંત અગાઉ લોકરક્ષક દળ, 2019માં બિન સચિવાલય, 2021માં હેડ કોન્સેટેબલ સહીતના અનેક પેપપો ફૂટ્યા છે.
9 વર્ષમાં ગેરરિતી સહીતના 13 જેટલા પેપરો ફૂટ્યા છે.છેલ્લા વર્ષોમાં પેપર લીકની ઘટનાઓને ઉજાગર કરીને પહેલા વિદ્યાર્થી નેતા અને બાદમાં AAP સાથે જોડાયેલા યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે જોરદાર પ્રહારો કર્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ જાડેજાએ ટ્વિટ કર્યું હતું કે કે જો રાજ્ય સરકાર પેપર લીક અંગે કોઈ કાયદો નહીં બનાવે તો આગામી દિવસોમાં મહાત્મા ગાંધીજીના અહિંસાના માર્ગે આગળ વધીશું. યુવરાજસિંહ જાડેજાએ લખ્યું છે કે અમે પરિવર્તન માટે લડીશું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500