બે આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે રાજ્ય બાહર લઈ જવાતી 13 ગાયો અને 6 વાછરડાને ઉગારી લઇ પશુ તસ્કરી કરનાર 5 ઈસમો સામે વિરુધ્ધ વાલોડ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર વાલોડ-બાજીપુરા માર્ગ પરથી બે ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે ગૌવંશ ભરી રાજ્યબાહર લઇ જવાઈ રહ્યા હોવાની મળેલ વર્ધીના આધારે સોમવારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ વાલોડના બુટવાડા ગામની ચોકડી પાસેથી બે આઈશર ટેમ્પો ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પો નંબર જીજે/13/એડબ્લ્યુ/3470 માંથી સાત ગાયો અને ત્રણ વાછરડા મળી આવ્યા હતા. જયારે ટેમ્પો નંબર જીજે/13/એડબ્લ્યુ/3243 માંથી છ ગાયો તથા ત્રણ વાછરડા મળી આવ્યા હતા.
આમ બંને ટેમ્પો માંથી 13 ગાયો અને 6 વાછરડાને ખીચો ટુંકી દોરી વડે બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા તેમજ કોઇપણ પ્રકારની પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે રાજ્ય બાહર તમિલનાડુ ખાતે લઇ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે, વાલોડ પોલીસે આ મામલે બે આઈસર ટેમ્પો તેમજ 13 ગાયો અને 6 વાછરડા મળી કુલ રૂપિયા 12,66,000/- ( બાર લાખ છાસઠ હજાર) નો મુદ્દામાલ જપ્ત કરી પશુ તસ્કરી કરનાર 5 આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
પશુ તસ્કરી કરનાર આરોપીઓ..
- ભવનભાઈ રામાભાઈ ડાંગર રહે, ક્તારીયાગામ તા.લીંબડી જી,સુરેન્દ્રનગર
- મફાભાઈ ઉર્ફે રણુભાઈ ગગજીભાઈ મારૂ રહે, કોરડા ગામ દ્વારકાધીશ ડેરી સામે તા.લીંબડી જી,સુરેન્દ્રનગર
- અરૂણકુમાર લક્ષ્મણભાઈ મુદલીયાર રહે, બસ સ્ટેન્ડ સામે, ધજાળા ગામ, સાયલા જી,સુરેન્દ્રનગર
- ચૌથાભાઈ કુકાભાઈ ભરવાડ રહે, બસ સ્ટેન્ડ સામે, ધજાળા ગામ, સાયલા જી,સુરેન્દ્રનગર
- ધુધાભાઈ રામભાઈ ભરવાડ રહે, મોમાઈ નગર, નવાગામ કરારવેલ, અંકલેશ્વર જી.ભરૂચ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500