પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના પૂર્વસંધ્યાએ વ્યારા નગરના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘તાપી તારા નીર નિરંતર’ થીમ આધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રી ,મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તાપી જિલ્લાના ૧૩ જેટલા નાગરિકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. વિગતવાર જોઇએ તો…
(1) શિક્ષણ વિભાગમાંથી તાલુકા શાળા ઉચ્છલના મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ જાન્યાભાઈ ગામીતને વર્ષ ૨૦૧૫ માં બી.આર.સી. કો- ઓર્ડીનેટર કેટેગરીમાં રાજ્ય કક્ષાએ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ અધ્યયન પ્રશંસનીય કામગીરી તથા છેલ્લા ૨૦ વર્ષથી રાજ્ય સરકારનાં અનેક કાર્યક્રમની સફળતા માટે એન્કર તરીકેની આગવી ભૂમિકા અદા કરવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(2) શિક્ષણ વિભાગમાંથી જ ડો.વિમલકુમાર ભગવાનભાઇ ટંડેલ. ઉચ્છલ તાલુકાની સયાજીગામ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના ઉપશિક્ષક ડો.વિમલકુમાર ભગવાનભાઈ ટંડેલને માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ ગુજરાતની ટીમ દ્વારા પ્લાસ્ટિકમુક્ત શાળા અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડના પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા છે.
(3) સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઔદ્યિગિક તાલીમ સંસ્થા-વ્યારાના આચાર્યશ્રી શ્રી એમ.એસ. પટેલ સંસ્થા શ્રેષ્ઠ આઇ.ટી.આઇ. ના જુદા જુદા કુલ-૨૭ માપદંડોમાં ખરા ઉતરી સુરત રિજીયનના ૦૭ જિલ્લાની ૫૬ આઇ.ટી.આઇ.માં શ્રેષ્ઠ પસંદગી પામ્યા છે. સ્કીલ ડેવલપમેન્ટના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ આઇ.ટી.આઇ.માં નોમિનેટ થયા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(4) પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સોનગઢ તાલુકાના સિંગપુર ગામના અરવિંદાબેન અજીતભાઈ ગામીતને પ્રાકૃતિક કૃષિ મહિલા સહકારી મંડળીનું રજિસ્ટ્રેશન સહિત મંડળીમાં પ્રાકૃતિક ખેતી કરતી કુલ ૧૮૦ મહિલા ખેડૂતોને જોડી ખેડૂતોને જાગૃત કરવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(5) રમત ગમત ક્ષેત્રે ખોખો રમતમાં વાલોડ તાલુકાના કહેર ગામના રહેવાસી ચૌધરી ઉપાસના ભદ્રસીંગભાઇને ૨૦૧૭ થી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ તાપી હેઠળ તાલીમ લઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ ખોખો ટ્રાઈ સિરીઝ જે મલેશિયા ખાતે ૨૦૨૩-૨૪ના વર્ષ દરમિયાન યોજાયેલ જેમા ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત આ ખેલાડીએ અંડર-૧૯ ૬૬મી નેશનલ સ્કૂલ ગેમ્સ જે દિલ્હી ખાતે ૨૦૨૩ ના વર્ષ દરમિયાન યોજાયેલ જેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ જે તમિલનાડુ મદૂરાઇ ખાતે ૨૦૨૪ ના વર્ષ દરમિયાન યોજાયેલ જેમા બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં ૨૦૧૭ થી ૨૦૨૩- ૨૪ દરમીયાન યોજાયેલ સ્પર્ધામાં ૪ ગોલ્ડ મેડલ અને ૧ સિલ્વર મેડલ મેળવેલ છે. રાજ્યકક્ષાએ શાળાકીય રમોત્સવ ૨૦૧૯-૨૦ ના વર્ષ દરમીયાન યોજાયેલ જેમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લાને ગૌરવ અપાવવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(૬) રમત ગમત ક્ષેત્રે શૂટિંગ રમતમાં વ્યારા તાલુકાના મુસા ગામની રહેવાસી પટેલ ક્રિષ્ના શૈલેષભાઇ વર્ષ ૨૦૨૩ થી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ તાપી ખાતે તાલીમ મેળવી રાષ્ટ્રીયકક્ષાએ ઓલ ઇન્ડિયા પટેલ ક્રિષ્ના શૈલેષભાઈ શૂટિંગ રમતમાં વર્ષ ૨૦૨૩ થી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ તાપી ખાતે તાલીમ મેળવી રાષ્ટ્રીયકક્ષાએ ઓલ ઇન્ડિયા ઇન્ટર સ્કૂલ ચેમ્પિયનશિપ ટીમ ઇવેન્ટ માં જે પટના બિહાર ખાતે ૨૦૨૪-૨૫ વર્ષ દરમિયાન યોજાયેલ જેમા ગોલ્ડ મેડલ મેળવેલ છે. ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશિપ જે અમદાવાદ ખાતે ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાન યોજાઈ હતી. જેમાં ગોલ્ડ મેડલ મેળવી તાપી જિલ્લાને ગૌરવ અપાવવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(7) રમત ગમત ક્ષેત્રે ખોખો રમતમાં વ્યારા તાલુકાના બોરખડી ગામની રહેવાસી ચૌધરી પ્રિયા રણજીતભાઈને વર્ષ ૨૦૧૫ થી જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સંકુલ હેઠળ તાલિમ લઇ આંતરરાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતમાંથી ઇન્ડીયા ઇન્ડોનેશીયા ખો-ખો સિરીઝમાં ૨૦૨૩-૨૪ ના વર્ષ દરમિયાન યોજાયેલ ટુર્નામેંન્ટ માટે પસંદ થયેલા એકમાત્ર ખેલાડી કે જેણે ઇન્ડીયા ઇન્ડોનેશીયા ખો-ખો સિરીઝમાં બાલી ઇન્ડોનેશીયા ખાતે ૨૦૨૩ ના વર્ષ દરમીયાન યોજાયેલ હતી. જેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના સબ જુનીયર નેશનલ ખો- ખો ચેમ્પીયનશીપ સહિત ખેલો ઇન્ડિયા અને ખેલમહાકુંભમા અનેક વખત બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવી તાપી જિલ્લાને ગૌરવ અપાવવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(8) રમત ગમત ક્ષેત્રે વ્યારા તાલુકાના કરંજખેડ ગામના રહેવાસી પ્રદિપભાઈ અશોકભાઈ જેઓ હલન ચલનની ૪૨% અશક્તતા ધરાવે છે. હાલમાં તેઓની ઉંમર ૨૯ વર્ષની છે અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી માંથી બી.કોમ. નો અભ્યાસ પુર્ણ કરેલ છે. તેઓએ સૌ પ્રથમ ગુજરાત સરકારના ખેલમહાકુંભ ૨૦૧૯ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ભાગ લઈ પ્રોત્સાહિત થઈ અન્ય CPSFI નેશનલ એથ્લેટિકસ& સ્વીમીંગ ચેમ્પીયનશીપ, ૨૨ નેશનલ પેરા એથલેટીક્સ ચેમ્પીયનશીપમાં જેવા વિવિધ સ્તરે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવી તાપી જિલ્લાને ગૌરવ અપાવવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(૦૯) નૃત્ય, કરાટે, ચિત્રકળા, આઇસ ટોક ક્ષેત્રે વ્યારા નગરની રહેવાસી કુ.ઇવા પટેલ. જેઓ ચાર વર્ષની વયથી બોલી-સાંભળી શકતા નથી. તેનો અભ્યાસક્રમ સામાન્ય બાળકોની સાથે જ થયો. તે જ્યારે ૧૦ વર્ષના હતા ત્યારથી જ નૃત્ય, કરાટે, પૈટીંગ, વર્લી પેન્ટીંગ અને ચિત્રકામમાં કુશળતા પ્રાપ્ત કરી હતી. અત્યાર સુધી અંદાજિત ૫૦ થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. છેલ્લા બે વર્ષથી તેમણે આઇસ ટોક સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યુ અને ગુલમર્ગ કાશ્મિર ખાતે આઇસ ટોક સ્પર્ધામાં ઇવા પટેલની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેઓએ જન્મજાત મુકબધિરતાને પરાજિત કરી કરાટે, નૃત્યુ, ચિત્રકળા, આઇસ ટોક સહિતની સ્પર્ધાઓમાં મેડલ પ્રાપ્ત કર્યા છે. બાલપણથી મુકબધિર હોવા છતાં તેઓની દઢતા, પ્રતિભા અને મનોબળના પરિચાયક છે.આ સિદ્ધિ સર્વેને માટે પ્રેરણદાયક અને તાપી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(૧૦) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માંથી મિશન મંગલમ હેઠળ વનશ્રી રેસ્ટોરેન્ટ વ્યારાના રમીલાબેન પરસોત્તમભાઇ ગામીતને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-તાપી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ) હેઠળ તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી પરંપરાગત વાનગીઓનું રેસ્ટોરન્ટ હેત્વી સખી મંડળના બહેનોને ફાળવવામાં આવ્યું છે. આ સખી મંડળના તેઓ પ્રમુખ છે. તેઓની સાથે અન્ય ૧૦ મહિલાઓ મળી આદિવાસી પરંપરાગત વાનગીઓનું રેસ્ટોરન્ટ બખુબી ચલાવે છે. છેલ્લા ૨ વર્ષની આવક જોતા, ૨૦૨૩ વર્ષમાં ૪૧,૦૧,૬૦૦/- તથા વર્ષ ૨૦૨૪માં ૪૧,૮૮,૫૯૬/- રૂપિયાનું ટર્નઓવર કર્યું છે. પરંપરાગત આદિવાસી સ્વાદ પીરસી આર્થિક વિકાસ કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. જે નિમિત્તે બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
(૧૧) સમાજસેવા ક્ષેત્રે વાલોડ તાલુકાના બુહારી ગામના રહેવાસી ગં.સ્વ. સુરેખાબેન બલ્લુભાઇ દેસાઇને વિરપોર ગામે માનવ કલ્યાણ ટ્રસ્ટ બલ્લુકાકા સંકુલના સહયોગથી આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ બની રહ્યા છે. આ સંસ્થામાં આદિવાસી સમાજના ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્વ. બલ્લુકાકાએ માનવ કલ્યાણ ટ્રસ્ટ સંસ્થાની સ્થાપના ૧૫ મી ઑગસ્ટ ૧૯૭૭ ના રોજ કરી હતી. આદિવાસી જાતિઓ ગામીત, ચૌધરી, ઢોડિયા, હળપતિ, કોંકણી, ભીલકા, હરિજન તથા સવર્ણોમાં આથિક રીતે પછાત એવા કુલ-૨૨૦૦ કુટુંબને દત્તક લઈ બાળકોનો પહેલા ધોરણ થી લઈ અનુસ્નાતક સુધીનો સંપૂર્ણ અભ્યાસ કરાવે છે. આ સંસ્થામાં ઇંગલીશ મીડીયમ સ્કુલ, પ્લે ગ્રુપ, નર્સરી, જુનિ.કે.જી., સિની.કે.જી., ધો.૧ થી ૧૨ સુધીનો અભ્યાસ ચાલે છે. સંસ્થામાં આવેલી આશ્રમશાળામાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. આમ, સમાજના ઉત્થાનમાં ભાગીદારી નોંધાવવા બદલ સુરેખાબેન દેસાઇને પ્રશસ્તિપત્ર એનાયત કરાયું હતું.
(૧૨) કશ્તી નવિનભાઈ ચૌધરી મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત છે. તે વ્યારા નગરની રહેવાસી છે. કશ્તી નવીનભાઈ ચૌધરીએ તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી ગાંધીનગર ફેસ ટુ મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સવાર થયેલા તે મેટ્રો ટ્રેનની સફળતાપૂર્વક સુકાની તાપી જિલ્લાની આ દીકરીએ સંભાળી હતી. આ કાર્ય દ્વારા કશ્તીએ તાપી જિલ્લાને ગૌરવ અપાવી તાપીની યશ કલગીમાં મોરપિચ્છ ઉમેર્યું છે.
(૧૩) મત્સ્ય પાલન ક્ષેત્રે સેન્ટર ઓફ એકસેલેન્સ ઇન એક્વાક્લચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઇના ડૉ.સ્મિત રમેશ લેન્ડેને ન્ટર ઓફ એકસેલેન્સ ઇન એક્વાક્લચર કામધેનુ યુનિવર્સીટીના ઉત્થાનમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે. આ સંસ્થા દ્વારા ૧૦ કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવણી કરવા સહિત સ્થાનિક મસ્ત્યપાલન મંડળીઓને વિવિધ ૬૩ પ્રકારની તાલીમો, જળચર જીવોને થતા રોગોની ચકાસણી માટેની પ્રયોગશાળા સ્થાપિત કરી છે. કેન્દ્રના વૈજ્ઞાનિક તરીકે આ વિસ્તારમાં જળચર ઉછેરતી નીલક્રાંતિના ઉદેશ્ય સાધ્ય કરવા અર્થે સતત પ્રયત્નશીલ રહેવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationબાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
January 29, 2025