Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડામાં ૬૩ ગામોમાં પીવાનાં પાણી મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર,પાણી નહિ મળે તો જલદ આંદોલન

  • May 14, 2019 

શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:ઉમરપાડા તાલુકાના ૬૩ ગામોમાં પીવાના પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ઉમરપાડા ૧૦૦ટકા આદિવાસી વિસ્તાર છે.અને કુલ વસ્તી ૬૮૦૦૦ જેટલી છે.કાળઝાળ ગરમી માં પીવાના પાણી માટે પ્રજા સહિત પશુ પક્ષીઓ વલખાં મારે છે.ઉમરપાડા તાલુકા ના ૬૩ જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.તેવા સંજોગોમાં પ્રજા ને પીવાના પાણી મળે એ માટે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે,તાલુકાના ૬૩ જેટલા ગામો ના લોકો સહિત પશુ પક્ષીઓ પીવાના પાણી વગર વલખાં મારી રહ્યા છે.મહિલાઓ ઠેરઠેર પાણી માટે ભટકી રહી છે.દિન પ્રતિ દિન ગરમી નો પારો આસમાને પહોંચી રહ્યો છે.આવા સંજોગોમાં બોર,નદી,નાળા ના જાળસ્થર ધણાં નીચાં ઉતરી ગયા છે.સરકાર દ્વારા વહેલી તકે ઉમરપાડા તાલુકા ના ૬૩ ગામોમાં પીવાના પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવે એ જરૂરી છે.આવેદનપત્ર માં જણાવામાં આવ્યું હતું કે ૨૦૦૯-૧૦ માં ગુજરાત સરકાર દ્વારા પાણી પુરવઠા યોજના હેઠળ ચવડાગામથી નવી વસાવત ના ગામો થઈ ઉમરપાડા તથા વાડી ગામ સુધી ફીલટર પાણીની પાઈપ લાઈન ની યોજના છે.જેના કુલ પ્રથમ રુપિયા ૧૮ કરોડ ત્યાર બાદ રૂપિયા ૨૩ કરોડની ગુજરાત સરકારે પાણી પુરવઠા નિગમને આપેલ હોવા છતાં આજદિન સુધી ઉમરપાડા તાલુકા ના ગામોમાં કોઈપણ પ્રકારની પાઈપ લાઈન ની સુવિધા કરવામાં આવી નથી આગામી દિવસોમાં સરકાર દ્વારા પાણી ની સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.કોંગ્રેસ સમિતિ ના આગેવાન એવા જગત સિંહ વસાવા,રામસિંહ વસાવા,હરિશ વસાવા સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application