તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:વાલિયા પાસે ના એક ગામ માંથી વરરાજા જાન લઈ ને લગ્ન કરવા આવેલ પણ લગ્ન કર્યા સિવાય વરરાજા પાછા ફરતા ત્રાહિત વ્યક્તિ એ અભયમ ને જાણ કરી હતી,પરંતુ ભરૂચ ટીમ રેસક્યુ વાન સાથે સ્થળ ઉપર પહોંચે તે પહેલા જાન નીકળી ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાલિયા પાસે ના એક ગામ માં સામાજિક રીતિરિવાજ મુજબ વરરાજા જાન લઈ ને કન્યા ને પરણવા આવ્યા હતા.લગ્ન મંડપ નાનો બાંધ્યો હોય,ઠંડા પાણી ની વ્યવસ્થા નથી આવી સામાન્ય બાબતથી શરૂ થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જયારે લગ્ન નો સમય થયો ત્યારે વરરાજા અને તેમના પરિવારે જણાવેલ કે,અમારી જાન ની બરોબર આગતા સ્વાગત કરવામાં આવી નથી એટલે ૫૦,૦૦૦/- (પચાસ હજાર રૂપિયા) આપો તો જ લગ્ન થશે.કન્યા ના પરિવારે જાણવેલ કે,પોતાની આર્થિક સ્થિતિ મુજબ વ્યવસ્થા કરેલ છે અને તાત્કાલિક આટલી મોટી રકમ અમો આપી શકીએ તેમ નથી તેથી વરરાજા અને તેમના પરિવારે જણાવેલ કે,અત્યારે રકમ નહી આપો તો જાન પછી જશે,કન્યા પક્ષે ઘણી વિનંતિ કરી પરંતું વાતાવરણ તંગ બનતા કન્યા ના ભાઇ સાથે ઝપાઝપી થતા ઝગડો મોટો થયો હતો જેમાં કન્યાએ આવી ને જણાવેલ કે,તમો અમારી પાસે પેસા માગો છો તે મને મંજુર નથી,હું લગ્ન કરવા માંગતી નથી તમે જાન પાછી લઈ જઈ શકો છો.જેથી જાન લીલાતોરણ ને પાછી આવી જેમાં વરપક્ષ તરફ થી પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપવામાં આવી કે,કન્યા પક્ષ તરફથી અમારી સાથે મારઝૂડ કરવામાં આવી છે.અભયમ ટીમ અને પોલીસ ઘ્વારા સમાધાન કરાવવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતું બંને પક્ષકારોએ જણાવેલ કે,અમારે લગ્ન કરવા નથી.કન્યા પક્ષ તરફ થી પણ ફરિયાદ આપવામાં આવી કે અમારી પાસે લગ્ન સમયે પેસા ની માંગણી કરી તે દહેજ કાયદા હેઠળ ગુનો બને છે.આમ શરૂઆતમાં નાની વાત માંથી થયેલા ઝગડાએ વિકરાળ સ્વરૂપ ધરણા કરી લેતા,લગ્ન કર્યા સિવાય જાન પાછી ગઈ હતી.
High light-વાલિયા નજીક ના ગામ માંથી લીલાતોરણે જાન પછી વળતા 181 મહિલા હેલ્પ લાઈન ભરૂચ ની દરમિયાનગિરી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500