Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાના ગાઢવી ગામે બાળલગ્ન અટકાવતુ પ્રશાસન,સ્વજનોને સમજાવીને લગ્ન રખાવ્યા મોકૂફ

  • May 02, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ જિલ્લાના ગાઢવી ગામે એક લગ્ન સમારંભમાં સગિર વયના યુવક/યુવતિના લગ્ન થઇ રહ્યાની બાતમી મળતા, ડાંગ જિલ્લાના પ્રશાસને તુરત હરકતમાં આવીને પુરી ફૌજ સાથે લગ્નમંડપમાં ધસી જઇ,બાળલગ્ન અટકાવવામાં સફળતા મેળવી છે.જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિગ્નેશ ચૌધરી તથા તેમની ટીમને ગાઢવી ગામે આયોજિત લગ્ન સમારંભના વરવધુ સગિર વયના હોવાની બાતમી મળી હતી.જેને પગલે શ્રી ચૌધરીએ તેમની ટીમ સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમ,૧૮૧-અભયમ્‍, અને સ્થાનિક પોલીસની મદદથી ધટના સ્થળે ધસી જઇ બાળલગ્ન અટકાવ્યા હતા.સ્થળ ઉપર આ અધિકારીઓએ વરવધુની ઉંમરના પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરતા તેઓ બંન્ને સગિર વયના હોવાનું પુરવાર થયુ હતું.જેને લઇને લગ્નવિધી અટકાવી તેમના વડીલો, સ્વજનો તથા ગ્રામજનોને બાળલગ્ન કરવો એ ગુનો છે તેમ સમજાવતા,બંન્ને પક્ષના સ્વજનોએ લગ્ન મોકૂફ રાખવા સંમત થયા હતા.વરવધુના સ્વજનોએ પ્રશાસનને પુખ્ત ઉંમરે જ લગ્ન કરવાની લેખિત બાંહેધરી પણ આપી હતી.આમ,સરકારી ટીમની સતર્કતાને કારણે એક બાળલગ્ન અટકાવવામાં જિલ્લા પ્રશાસનને સફળતા મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application